back to top
Homeબરોડાવડોદરાની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર ભાજપના કાર્યકરને પોલીસે દબોચી લીધો

વડોદરાની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર ભાજપના કાર્યકરને પોલીસે દબોચી લીધો

Vadodara Rape case : નંદેસરી વિસ્તારની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર ભાજપના કાર્યકરને પોલીસે મધરાતે પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. 

વડોદરા નજીક અનગઢ ગામે રહેતા અને વડોદરા જિલ્લાના ધારાસભ્યો તેમજ સંસદ સભ્ય સહિતના આગેવાનો સાથે ફોટા પાડી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા આકાશ ગોહિલ નામના ભાજપના કાર્યકર સહાય નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતી પરિણીતાએ ઘરમાં ઘૂસી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આકાશે પીડિતાના મોબાઇલમાંથી ચેટ ડીલીટ કરી દીધી હતી અને ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આકાશના નામની એક કથિત ઓડિયો ક્લિપ પર વાયરલ થઈ હતી. જેમાં ભાજપના વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યો એની સાથે હોવાની શેખી મારતી વાતચીત સંભળાય છે.

આકાશને શોધવા માટે નંદેસરી પોલીસની બે ટીમ કામે લાગી હતી. પરંતુ આકાશ હાથમાં આવતો ન હતો. આખરે ગઈ મધરાતે તે પંચમહાલના બાકરોલ ખાતે સંબંધીને ત્યાં હોવાની વિગતો જાણવા મળતા પોલીસે છાપો મારી તેને દબોચી લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments