back to top
Homeઅમદાવાદઅમદાવાદમાં કપડાંના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

અમદાવાદમાં કપડાંના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

Fire Broke Out Clothes Godown In Ahmedabad: અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક કપડાંનાં ગોડાઉનમાં અચાનક ભાષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.ભાષણ આગના કારણે લોકોમાં નાસભાગ મચી હતી. 

મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં એક કપડાંનાં ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગની નવ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ એટલી ભયાવહ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા દેખાયા હતા.

આ પણ વાંચો: વિદ્યાર્થીના વાળ ખેંચી ભીંતે માથું પછાડનારો શિક્ષક સસ્પેન્ડ, અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલની ઘટના

આગ લાગવાનું કારણ અકબંધ 

કપડાંનાં ગોડાઉનમાં ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તે પાછળનું કારણ હાલ પણ અકબંધ છે. જ્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે અને આ આગ કેવી રીતે તે અંગ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ખાડિયાના પાનકોરનાકા વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments