back to top
Homeદુનિયાલેબનોન બાદ હવે ઇરાન ટાર્ગેટ : પેજર બાદ હવે ઇઝરાયલ કરશે આઇફોનમાં...

લેબનોન બાદ હવે ઇરાન ટાર્ગેટ : પેજર બાદ હવે ઇઝરાયલ કરશે આઇફોનમાં બ્લાસ્ટ?

Iran on Hight Alert For iPhone Blast : લેબનોનમાં પેજરમાં અને વોકી-ટોકીમાં બ્લાસ્ટ કર્યા બાદ હવે ઇરાનમાં આઇફોનમાં બ્લાસ્ટ કરવામાં આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. ઇરાનના ભૂતપૂર્વ કમ્યુનિકેશન મિનિસ્ટર અને સાંસદ રેજા ટૈગિપુર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઇઝરાયલ દ્વારા ગયા અઠવાડિયે લેબનોન પર ઘણાં બલાસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે રેડિયો સિસ્ટમ પણ હેક કરી હોવાની વાતો પણ બહાર આવી હતી. આ તમામ બલાસ્ટમાં ઇરાનના રાજદૂત સહિત રિવોલ્યૂશનરી આર્મીના પણ ઘણાં સૈનિકો ઘાયલ થયા હતા.

લેબનોનમાં હિઝબુલ્લાહના ચીફને પણ ઇઝરાયલ દ્વારા મારી નાખવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેસ્ટ એશિયાના મોટાભાગને ઇઝરાયલ પોતાને અનુકૂળ ઉપયોગ કરવા માટે આ બધુ કરી રહ્યું છે. આ કારણસર સૌથી વધુ નુક્સાન ઇરાનને છે. ઇરાને વર્ષોથી તેના સાથી દેશોને પોતાના લાભ મુજબ ઉપયોગ કરવા માટે એ દેશમાં ઇનવેસ્ટ કર્યું છે. આજે સમય બદલાય ગયો છે. ઇઝરાયલ દ્વારા ગાઝામાં હમાસનો લગભગ અંત આવી ગયો છે અને લેબનોનમાં હિઝબુલ્લાહનો અંત આણવાની કોશિશ કરી રહ્યું છે.

લેબનોનમાં સીક્રેટ સર્વિસના હેડ સુધી છે ઇઝરાયલના જાસૂસ

લેબનોનમાં હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહને મારી નાખયા બાદ ઇરાનના સુપ્રીમ લીડરને સુરક્ષીત જગ્યાએ લઈ જવામાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં જ ઇરાનના પૂર્વ ઇરાની રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે એક ચોંકાવનારી વાત કહીં છે. તેણે એક ખુલાસો કરતાં દાવો કર્યો છે કે ઇરાનનો સિક્રેટ સર્વિસ હેડ જ ઇઝરાયલનો જાસૂસ હતો.

આ નિવેદનના કારણે ઘણાં સવાલો હવે ઊભા થઈ રહ્યાં છે. હમાસના કમ્યુનિકેશન લીડર ઇસ્માઇલ હાનિયેહનું મૃત્યુનું રહસ્ય હજી સામે નથી આવ્યું ત્યાં આ પ્રકારના નિવેદન વધુ રહસ્ય ઊભુ કરી રહ્યાં છે. 2021માં મોસાદના એજન્ટની ઓળખ બહાર આવી હતી. આથી ઇરાનમાં ઇઝરાયલના જાસૂસ કયા કયા લેવલ સુધી પહોંચેલા છે એ હવે ઓળખવું મુશ્કેલ છે.

ઇઝરાયલ પર નજર રાખનાર જ નિકળ્યા જાસૂસ

મહમૂદ અહમદીનેજાદે દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આ કોઈ પહેલી ઘટના નથી. ઇરાનના સિક્રેટ સર્વીસ ટીમમાં પણ ઘણાં ઇઝરાયલના જાસૂસ છે. અંદાજે ૨૦થી વધુ એજન્ટ ઇઝરાયલની ગતીવીધીઓ પર નજર રાખી રહ્યાં હતાં, પરંતુ એ તમામ મોસાદ માટે કામ કરનાર વ્યક્તિઓ હતા. સૂત્રના જણાવ્યા અનુસાર આ ડબલ એજન્ટ દ્વારા જ ઇરાનના પરમાણુ પ્રોજેક્ટની ગુપ્ત માહિતી ઇઝરાયલ સુધી પહોંચાડવામાં આવી હતી. 2018માં ઇરાનના પરમાણુ પ્રોજેક્ટના સિક્રેટ પેપર્સ અને વૈજ્ઞાનિકોના મર્ડરમાં પણ આ ડબલ એજન્ટનો હાથ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ તમામ માહિતી એ સમયે આવી રહી છે જ્યારે એવી વાતો ચાલી રહી છે કે એક ઇરાનના એક જાસૂસ દ્વારા હિઝબુલ્લાહના લીડર હસન નસરલ્લાહ ક્યાં બેઠો છે એની માહિતી ઇઝરાયલને આપવામાં આવી હતી. ત્યાં બાદ એર સ્ટ્રાઇક દ્વારા તેને મારી નાખવામાં આવ્યો છે. આ ખુલાસા બાદ ઇરાનની સિક્રેટ સર્વિસ ઇકાઈને લઈને હવે ઘણાં દેશો સવાલ કરી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments