– ગર્ભપાત અંગે હુમલાના વિચારો ટ્રમ્પે અસ્વીકાર્ય કર્યા
– ગેરકાયદે ઘૂસી આવેલાઓ ચોરી કરે છે : શહેરોની દુકાનો અને મોલ્સમાં લુંટફાટ કરે છે : ધોળે દિવસે, હાઈવે ઉપર પણ ધાડ પાડે છે : પૂર્વ પ્રમુખ
યુએસ : અમેરિકાના પૂર્વ પ્રમુખ જાતે આ વખતની પ્રમુખપદની ચુંટણીમાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે પેન્સીલવાનિયા જેવા કી-સ્ટેટમાં આવેલા ચુંટણી પ્રચાર ભાષણમાં તેઓના ડેમાક્રેટ પ્રતિસ્પર્ધી કમલા હેરિસ ઉપર ગર્ભપાત અને વસાહતીઓની નીતિ તથા તેઓની આર્થિક નીતિ ઉપર રીતસર તુટી જ પડયા હતા અને કહ્યું હતું કે : ”કમલા હેરિસનું ખસી ગયું છે.”
આ સાથે રીપબ્લિકન ઉમેદવારે પેન્સીલવાનિયા જેવા મહત્વના રાજય (ઠંડી-સ્ટેસ)માં આવેલા તેઓના ચુંટણી પ્રચાર ભાષણમાં કહ્યું હતું કે દેશમાં ગેરકાયદે ઘૂસી આવેલાઓ અનેક પ્રકારના ગુનાઈત કૃપા કરી રહ્યા છે. તેઓ ચોરી કરે છે શહેરોની દુકાનો અને મોટા શહેરના ‘ર્માંલ્સ’માં લુટફાટ કરે છે. ધોળે દિવસે હાઈ-વે ઉપર ખુલ્લેઆમ ખુલ્લેઆમ ધાડ પડે છે. આ બધું રોકવા પોલીસે કઠોર બનવું જ પડે અને તેઓને આકરામાંથી આકરી શિક્ષા કરવી જ જોઈએ. પરંતુ કમનસીબે પહેલા જો બાયડને અને હવે તેણે ડેમોક્રેટિક પાર્ટીમાં પ્રમુખપદના ઉમેદવાદ તરીકે તેમણે પસંદ કરેેલા કમલા હેરિસ બંને આવા ગેરકાયદે ઘુસી આવેલાઓ પ્રત્યે ઢીલી નીતિ રાખવામાં જાતના છે.
તે સર્વવિદિત છે કે ટ્રમ્પ કમલા હેરિસ ઉપર કઠોર શબ્દ પ્રોયોગો કરવા માટે કુખ્યાત બની ગયા છે. ટ્રમ્પે હેરિસને અનેક વાત ”કાળાં ઉમેદવાર” પણ કહી દીધા હતા. બીજી તરફ હેરિસે અત્યંત સંયમિત ભાષા, હંમેશા તેઓના ભાષણોમાં વાપરી છે. પરંતુ ટ્રમ્પ તો ધમાકેદાર શબ્દો જ વાપરે છે. તેમણે જ્યારે ઘૂસણખોરો માટે કઠોર શબ્દો વાપર્યા ત્યારે શ્રોતાગણે તેમને વધાવી લીધા હતા. ટ્રમ્પ ગર્ભપાતની મંજુરી આપવા માટે અત્યંત કડક નિમમો રાખવાના આગ્રહી છે. તો બીજી તરફ કમલા હેરિસ, ગર્બપાતને મહિલાઓનો અધિકાર હોવાનું કહે છે.
કમલા હેરિસના આ વલણનો ડોનાન્લ ટ્રમ્પ સખત વિરોધ કરે છે.
આ પુર્વે પણ શનિવારે એક ભાષણમાં ફરી એકવાર હેરિસને માનસિક રીતે અસ્થિર કહ્યા હતા. શનિવારે વિસ્કોન્સિનમાં આવેલા ભાષણમાં તેઓએ કમલા હેરિસની આર્થિક નીતિઓ, વ્યાપારી નીતિઓ અને અંતર-રાષ્ટ્રીય સંબંધો, બધાની ઉપર ભારે કટાક્ષો કર્યા હતા. આ વખતે પણ તેમમે હેરિસને માનસિક રીતે અસ્થિર કરી દીધા હતા.
તેઓએ રવિવારે તો પેન્સિલનિયામાં આપેલા ભાષણમાં પ્રમુખ જો વાયડને પણ ઝપટમાં લઈ લીધા હતા અને ભાષણના પ્રવાહમાં જ્યારે તેમણે કહ્યું કે તે ડાકુ જો બાયડને પણ માનસિક રીતે સ્થિર થઈ ગયો છે તેનું ખસી ગયું છે. તેવી જ રીતે તેમણે પોતાને બદલે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે મુક્યા છે. તેવા ઉપપ્રમુખ કમલા હેરીસનું પણ ચસ્કી ગયું છે. ત્યારે ઉપસ્થિત જનસમુદાયમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
ટુંકમાં હવે જેમ મધ્ય પુર્વ અને યુક્રેનમાં પણ યુદ્ધની સ્થિતિ તીવ્ર બનતી જાય છે. તેવી જ રીતે અમેરિકાના પ્રમુખપદની ચુંટણીમાં વાક-યુદ્ધ પણ તીવ્ર બનતું જાય છે.