Honey Trap Case in Anjar : અંજારના તાલુકા હેલ્થ આફિસર તરીકે છેલ્લાં 14 વર્ષથી કાર્યરત 58 વર્ષિય ડા. રાજીવ અંજારીયાને હની ટ્રેપ કરી, અશ્લીલ વીડિયો ક્લિપ ઉતારી બ્લેકમેઈલ કરીને 30 લાખ રૂપિયા પડાવવા પ્રયાસ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.
ચા પીવાના બહાને ઘરે બોલાવી મહિલાએ કપડાં ઉતાર્યા ત્યાં તેના કહેવાતા પતિએ આવી વિડીયો ઉતારી પૈસા પડાવ્યા
સવા મહિના પહેલાં વોટ્સ-એપ મેસેજ કરીને આશા વર્કર તરીકે નોકરી કરવા વિનંતી કરી હતી. આ પછી વોટ્સ-એપ મેસેજીસ કરીને ડો. રાજીવ સાથે સંબંધો ગાઢ બનાવ્યો હતો. પોતે અંતરજાળ ગામે માતા-પિતાના ઘરે હોવાનું અને ચા પીવા માટે આવવા આમંત્રણ આપ્યું હતું. અંજારથી દસેક કિલોમીટર દૂર અંતરજાળ ગામે મહિલાના ઘરે તાલુકા હેલ્થ ઓફિસર પહોંચ્યા હતા. ઘરમાં મહિલા એકલી હતી અને કપડાં ઉતારવા લાગી હતી.
આ સમયે જ મહિલાનો કહેવાતો પતિ આવ્યો હતો અને ડો. અંજારિયાનો શર્ટ ઉતરાવી વીડિયો ઉતારી લઈ લાફા પણ માર્યા હતા. 30 લાખ રૂપિયા માગવામાં આવતાં ડો. અંજારિયાએ ઓફિસે લઈ જઈને બેન્કમાંથી ઉપડાવી 50,000 આપ્યા હતા. બાકીના 30 લાખના છ ચેક આરોપી મહિલા નર્મદા દિનેશ વાળંદ અને તેના કહેવાતા પતિ દિનેશ ઉર્ફે ગુલામ હાજીએ પડાવી લીધાની ફરિયાદ આદિપુર પોલીસમાં નોંધાવાઈ છે.
અંજારના તાલુકા હેલ્થ ઓફિસર ડા. રાજીવ અરવિંદભાઈ અંજારીયાએ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આરોપી તરીકે અંતરજાળના રાજનગરમાં રહેતી નર્મદાબેન દિનેશ વાળંદ અને તેના પતિ દિનેશ વાળંદ ઊર્ફે ગુલામ હાજીને દર્શાવ્યા છે. આ પછી નર્મદાએ સવાર સાંજ પોતાના ફોટોગ્રાફ સાથે ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. પરિચય ગાઢ બન્યા બાદ નર્મદા વધુ એકવાર રૂબરૂ અંજાર ખાતેની કચેરીએ આવી હતી અને વોટ્સએપ કોલ પર પણ અવારનવાર વાતચીત શરૂ કરી હતી. નર્મદા ડો. અંજારિયાને અવારનવાર ઘરે ચા-પાણી માટે આવવાનું કહેતી હતી.
૨૧ સપ્ટેમ્બરે સવારે નર્મદાએ પોતે હાલ અંતરજાળ ખાતે રાજનગરમાં માતા પિતાને ઘેર રોકાવા આવી હોવાનું કહી માતા પિતા પણ મળવા ઈચ્છતાં હોવાનું જણાવી ઘેર બોલાવ્યાં હતાં. ડો. અંજારિયા ઘેર ગયાં ત્યારે તેના માતા પિતા કોઈ હાજર ન હતા. નર્મદાએ તેમને રૂમમાં બેસાડીને ચા પાણી પીવડાવ્યાં હતા અને પછી અચાનક તેના ઉપરનાં વો કાઢી નાખ્યાં હતા. ડો. અંજારિયા કઈ સમજી શકે તે પહેલા જ દિનેશ નામનો નર્મદાનો પતિ અચાનક ઘરમાં આવી ચઢ્યો હતો.
તેં મારી જિંદગી બરબાદ કરી નાખી કહીને દિનેશે ફરિયાદીને બે ત્રણ મુક્કા માર્યા હતા. હવે તો તને નહીં છોડું કહીને ફરિયાદીનો શર્ટ ઉતારાવી, બાજુમાં નર્મદાને બોલાવી બંનેની વીડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધી હતી. દિનેશે વીડિયો ક્લિપ વાયરલ કરવાની અને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપીને પતાવટ પેટે રૂ. 30 લાખની માંગણી કરી હતી. જેથી ધમકીથી ડરી ડો. અંજારિયાએ ઓફિસે જઈ તાત્કાલિક પચાસ હજાર રૂપિયા આપવાનું અને બાકીના નાણાં વ્યવસ્થા કર્યા બાદ આપવાનું કહ્યું હતું.
આ બનાવ બાદ આરોપી ગુલામ હાજી ઊર્ફે દીલીપ વાળંદ ફરિયાદી ડો. અંજારિયા અને નર્મદાને પોતાની સ્વિફ્ટ કારમાં બેસાડીને તાલુકા હેલ્થ ઓફિસરની ઓફિસે આવ્યો હતો. ડો. અંજારિયાએ પોતાની પાસે રહેલી ચેકબૂક માંથી પચાસ હજાર રૂપિયાનો બેરર ચેક લખીને પ્યૂનને બેંકમાં જઈ નાણાં લઈ આવવા મોકલ્યો હતો. દરમિયાન આરોપી ગુલામે પાંચ-પાંચ લાખ રૂપિયાની રકમ લખાવી, સહી કરાવીને 6 ચેક પડાવી લીધાં હતાં. એટલું જ નહીં અન્ય બે કોરાં ચેકમાં પણ સહી કરાવી પડાવી લઈ મંગળવાર સુધીમાં બેન્કમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની ધમકી આપી હતી.