back to top
Homeદક્ષિણ ગુજરાત'અવાજ કરીશ તો તારા છોકરાને મારી નાખીશ'.. ગુજરાતમાં ચાલુ બસમાં ડ્રાઈવરે મહિલા...

‘અવાજ કરીશ તો તારા છોકરાને મારી નાખીશ’.. ગુજરાતમાં ચાલુ બસમાં ડ્રાઈવરે મહિલા પર આચર્યું દુષ્કર્મ

The Driver Raped the Woman in the Running Bus : સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ચાલુ બસે એક ખાનગી લક્ઝરીના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર લાઠીથી સુરત આવતી મારૂતી નંદન ટ્રાવેલ્સની બસમાં આ ઘટના બની હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે પીડિતાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપીને આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. 

પોલીસે તપાસ હાથ ધરી… 

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીડિતા પર્વત પાટિયા વિસ્તારની હતી. જેની વય લગભગ 33 વર્ષની હોવાની જાણકારી છે. ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે લગભગ 3 કલાકથી વધુ સમય સુધી હેવાનિયત ગુજારી હતી. આ મામલે કાપોદ્રા પોલીસને ફરિયાદ મળી હતી અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે રાત્રે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 

એસીપી પટેલે આપ્યું નિવેદન…. 

આ મામલે એસીપી વિપુલ પટેલે જાણકારી આપતાં કહ્યું હતું કે મારૂતી નંદન ટ્રાવેલ્સના ડ્રાઈવરે ઘટનાના રોજ રાતના સમયે બે વાગ્યાની આજુબાજુ ઘટનાને અંજામ આપ્યો હતો. ડ્રાઈવરે મહિલાની મરજી વિરુદ્ધ આ કુકર્મ કર્યું હતું. આ દરમિયાન ડ્રાઈવરે પીડિત મહિલાને ધમકી આપી હતી કે કોઈને આ ઘટના વિશે જણાવશે તો તેને જાનથી મારી નાખશે.  

જાણો સમગ્ર મામલો

પીડિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું કે, હું 14મી સપ્ટેમ્બરે લાઠી ખાતે રહેતી મારી બહેનને મળવા સરથાણા ખાતેથી મારૂતિ નંદનની લક્ઝરી બસમાં નીકળી હતી. બીજા દિવસે સવારે તે ત્યાં પહોંચ્યા બાદ તેની ટિકિટ ઉપર લખેલા તેના નંબરના આધારે તે લક્ઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ પણ કર્યું હતું. જો કે, તેણે ના પાડી હતી.’ 

પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, બીજા દિવસે રાત્રે ભોગ બનનાર યુવતી તે જ લક્ઝરી બસમાં ટિકિટ બૂક કરાવી પુત્ર સાથે સુરત આવવા નીકળી હતી. રાત્રે બે વાગ્યે તારાપુર ચોકડી પસાર થયા બાદ બધા પેસેન્જર સૂઈ ગયા હતા ત્યારે બીજો ડ્રાઈવર બસ ચલાવતો હોય ત્યારે ફોન કરનાર ડ્રાઈવર તેના સોફામાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. તેમજ પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચરીને આ વાતની કોઈને જાણ કરતી નહીં તેવી ધમકી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments