સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસનું પાર્કિંગ અને મેઈન્ટેનન્સ થતી હોવાની ગેરરીતિ ઝડપાયા બાદ પાલિકાએ અડાજણ ડેપો ચાર્ટર સ્પીડ પ્રા.લી. એજન્સીની ચાર બસ જપ્ત કરી હતી. પાલિકાએ તપાસ કર્યા બાદ 13.17 લાખનો દંડ વસુલી બસને છોડી દીધી હતી.
પાલિકાના અડાજણ એલપી સવાણી સ્કૂલ ખાતે પાલિકાનો બસ ડેપો છે જેમાં ખાનગી લક્ઝરી બસનું પાર્કિંગ થતું હોવા સાથે મેઈન્ટેનન્સ પણ કરાતું હોવાની ફરિયાદ બહાર આવી હતી. આ ફરિયાદ બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે એ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી જેમાં પાલિકાના બસ ડેપોમાં ખાનગી બસ મળી આવી હતી. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે ડેપોનો કારભાર સંભળતી એજન્સી પાસે ખુલાસો માગ્યો હતો અને તંત્રને તપાસ કરી પગલાં ભરવા માટે સુચના આપી હતી.
પાલિકાએ તપાસ કરતાં ચાર બસ ગેરકાયદે પાર્ક કરવા સાથે, ઓનરશીપ ટ્રાન્સફર થી એજન્સી દ્વારા ભરવામા એજન્સી દ્વારા વિલંબ કરવામા આવ્યો હતો તે અને અન્ય કારણ સાથે એજન્સી ચાર્ટર સ્પીડ પ્રા.લી.ને 13.17 લાખનો દંડ વસુલી બસ છોડવામાં આવી હતી.