Israel–Hezbollah Conflict: ઈરાન તરફથી ઈઝરાયલ પર મંગળવાર (1 ઓક્ટોબર) રાત્રે અનેક મિસાઈલો છોડવામાં આવી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ તરફથી પુષ્ટિ કરાઈ છે કે ઈરાને ઈઝરાયલ તરફ અનેક મિસાઈલો લોન્ચ કરી છે, જ્યારે આ પહેલા ઈઝરાયલના શહેર તેલ અવીવમાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન ઓછામાં ઓછા 10 ઈઝરાયલના લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે, જેમાંથી ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે, એમ-16 અને એક-47થી બે લોકોએ સામાન્ય લોકો પર હુમલો કર્યો છે. બાઈડને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે વાતચીત કરી છે.
IDFના અનુસાર, ઈરાન તરફથી 100થી વધુ મિસાઈલોથી હુમલો કરાયો છે. નાગરિકોને બોમ્બ શેલ્ટર મોકલાયા છે. આખા ઈઝરાયલમાં રોકેટ અલાર્મ વાગી રહ્યા છે.