back to top
Homeભારતઅયોધ્યામાં દીપોત્સવ: 28 લાખ દીવાથી ઝળહળી રામનગરી:યોગીએ રામનો રથ ખેંચ્યો, ભગવાનનો રાજ્યાભિષેક...

અયોધ્યામાં દીપોત્સવ: 28 લાખ દીવાથી ઝળહળી રામનગરી:યોગીએ રામનો રથ ખેંચ્યો, ભગવાનનો રાજ્યાભિષેક કર્યો; યોગીએ કહ્યું- કાશી-મથુરા પણ અયોધ્યાની જેમ ઝળહળે

અયોધ્યામાં દીપોત્સવની શરૂઆત થઈ ગઈ છે. અયોધ્યામાં 28 લાખ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ બન્યો છે. સીએમ યોગીએ રામ મંદિરમાં પહેલો દીપ પ્રગટાવીને દીપોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ પછી સરયૂના 55 ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા પહોંચ્યાં હતાં. યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ સાથે રથ પર સવાર થયા. યોગીએ ભગવાનનો રથ ખેંચ્યો હતો. ભગવાન રામને રામકથા પાર્કમાં લાવવામાં આવ્યા હતા. અહીં યોગીએ રામની આરતી કરી હતી તેમજ રાજ તિલક કર્યું હતું. અયોધ્યામાં રસ્તાઓ પર વિવિધ સ્થળોએ ટેબ્લોઝ છે. કલાકારો ડાન્સ કરી રહ્યા છે. મરાઠી કલાકારે રસ્તા પર શિવાજીનો ધ્વજ લહેરાવ્યો. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી આ પહેલો દીપોત્સવ છે. આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે CM યોગી પોતે અયોધ્યામાં હાજર છે. દેશ-વિદેશના ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. સમગ્ર વાતાવરણ રામમય થઈ ગયું છે. રામ મંદિરમાં એક ખાસ રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં રંગોનો નહીં, પણ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરવાજા પર તોરણ લગાવવામાં આવ્યાં છે. અયોધ્યાની ક્ષણેક્ષણનાં અપડેટ્સ જાણવા માટે નીચેના બ્લોગ પર જાઓ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments