back to top
Homeસ્પોર્ટ્સફેન્સ માટે ખુશખબરી...કોહલી ફરી RCBનો કેપ્ટન બની શકે:પહેલાં 9 વર્ષ સુધી કમાન...

ફેન્સ માટે ખુશખબરી…કોહલી ફરી RCBનો કેપ્ટન બની શકે:પહેલાં 9 વર્ષ સુધી કમાન સંભાળી હતી; ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા બાદ અંતિમ નિર્ણય બાકી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની કેપ્ટનશિપ કરી ચૂકેલા વિરાટ કોહલી ફરી એકવાર ટીમની કમાન સંભાળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલી પહેલાથી જ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ચૂક્યો છે અને કેપ્ટનશિપમાં પરત ફરવા માટે તૈયાર છે. જો કે તેનો અંતિમ નિર્ણય નવેમ્બરમાં યોજાનારી મેગા ઓક્શન બાદ જ લેવામાં આવશે. કોહલીએ 9 સિઝન સુધી RCBની કેપ્ટનશિપ કરી હતી, પરંતુ તેણે 2021માં કેપ્ટનશિપ છોડી દીધી હતી. આ પછી, 2022માં, ફાફ ડુ પ્લેસિસે છેલ્લી ત્રણ સિઝન માટે ટીમની કમાન સંભાળી. 40 વર્ષીય ડુ પ્લેસિસની આગામી સિઝન માટે રિટેન કરવાની શક્યતા ઓછી હોવાનું કહેવાય છે. રિટેન્શનની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર
IPL મેગા ઓક્શન-2024 માટે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ ગુરુવાર, ઓક્ટોબર 31 છે. આવતીકાલે સાંજે 5 વાગ્યા પહેલા તમામ ફ્રેન્ચાઈઝી પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ IPL ઓર્ગેનાઈઝિંગ કમિટીને મોકલી આપશે. આ લિસ્ટ સાથે નક્કી થશે કે કયો ખેલાડી કઈ ફ્રેન્ચાઈઝી સાથે રમશે. કોહલી 9 વર્ષ સુધી RCBનો કેપ્ટન હતો
વિરાટ કોહલી 2013 થી 2021 સુધી RCBનો કેપ્ટન હતો. તેની આગેવાની હેઠળ RCB 2016માં ફાઈનલમાં પહોંચ્યું હતું, જેમાં તેમને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એકંદરે, કોહલીએ 143 મેચમાં કેપ્ટનશિપ કરી, જેમાંથી તેણે 66માં જીત મેળવી અને 70માં હારનો સામનો કરવો પડ્યો. ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશિપમાં છેલ્લી ત્રણ સિઝનમાં, ટીમે 2022 અને 2024માં પ્લેઑફમાં જગ્યા બનાવી હતી, જોકે તે 2023માં પ્લેઑફમાં ચૂકી ગઈ હતી. કોહલી 2008થી RCB સાથે છે
IPL 2008 પહેલા કોહલીને RCBએ અનકેપ્ડ પ્લેયર તરીકે સાઇન કર્યો હતો. ત્યારથી તે સતત ટીમનો હિસ્સો છે. RCBએ 17 વર્ષમાં કોહલીને ક્યારેય રિલીઝ કર્યો નથી. IPLમાં પણ તેના નામે સૌથી વધુ રન છે. IPLનો નવો રિટેન્શન નિયમ
હવે ફ્રેન્ચાઇઝી ટીમ IPL મેગા ઓક્શન પહેલાં 6 ખેલાડીઓને રિટેન કરી શકશે. જેમાં મહત્તમ 5 ઈન્ટરનેશનલ અને 2 અનકેપ્ડ પ્લેયર્સને સામેલ કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય ખેલાડી કોઈપણ દેશનો હોઈ શકે છે, પરંતુ અનકેપ્ડ ખેલાડી ફક્ત ભારતનો જ હોવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments