back to top
Homeમનોરંજનસારા સાથે બ્રેકઅપ બાદ કાર્તિક આર્યન ફરી પ્રેમમાં પડ્યો?:વિદ્યા બાલને 'મિસ્ટ્રી ગર્લ'ની...

સારા સાથે બ્રેકઅપ બાદ કાર્તિક આર્યન ફરી પ્રેમમાં પડ્યો?:વિદ્યા બાલને ‘મિસ્ટ્રી ગર્લ’ની પોલ ખોલી, એક્ટર વાત સાંભળતાં જ શરમાયો

કાર્તિક આર્યન અને વિદ્યા બાલન ‘ભૂલ ભુલૈયા 3’ના પ્રમોશન માટે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ’ શોમાં જોવા મળશે. કપિલના શોમાંથી આ બંનેનો ઓફિશિયલ પ્રોમો હજી રિલીઝ થયો નથી, પરંતુ વિદ્યા-કાર્તિકનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે, જે આગામી એપિસોડનો છે. વિદ્યા બાલને ‘મિસ્ટ્રી ગર્લ’ની પોલ ખોલી
આ વીડિયોમાં વિદ્યા બાલન કાર્તિકની લવ લાઈફ વિશે ખુલાસો કરતી જોવા મળે છે. કાર્તિકની લવ લાઈફનો ખુલાસો કરતી વખતે વિદ્યાએ ઈશારો કર્યો કે, તેના જીવનમાં એક મિસ્ટ્રી ગર્લ છે. તે હંમેશા ફોન વાતો કરતો, લવ યુ..મી ટુ..લવ યુ..મી ટુ. તેનું નામ શું છે. વિદ્યા બાલનની આ વાત સાંભળીને એક્ટર એકદમ શરમાય જાય છે. કાર્તિકનું નામ સારા, અનન્યા અને જાહ્નવી સાથે જોડાયું હતું
કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડનું લિસ્ટ ઘણું લાંબુ થઈ ગયું છે. પરંતુ તેમાંથી સારા અલી ખાન, અનન્યા પાંડે અને જાહ્નવી કપૂરના નામની સૌથી વધુ ચર્ચા થઈ હતી. જોકે, કાર્તિકે ક્યારેય પોતાની રિલેશનશીપ વિશે ખુલીને વાત કરી નથી. પરંતુ ‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં સારા અને અનન્યાએ એકબીજાને મજાકમાં કહ્યું કે તે બંને કોઈને ડેટ કરતા હતા જે બધાનો EX છે. ‘ભૂલ ભૂલૈયા 3’ દિવાળી પર ‘સિંઘમ અગેઇન’ સાથે ટકરાશે
અત્યારે બધા ‘ભૂલ ભૂલૈયા 3’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દિવાળીના અવસર પર 1 નવેમ્બરે થિએટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત, સંજય મિશ્રા અને રાજપાલ યાદવ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ‘સિંઘમ અગેન’ સાથે ટકરાશે. અજય દેવગનની આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં કરીના કપૂર, અર્જુન કપૂર, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને ટાઈગર શ્રોફ છે. જ્યારે સલમાન ખાનનો પણ ફિલ્મમાં કેમિયો છે. કાર્તિક આર્યને બોક્સ ઓફિસની ક્લેશ પર કહી વાત
કાર્તિકે ‘ઇન્ડિયા ટુડે’ને બોક્સ ઓફિસ વિશે વાત કરતાં કહ્યું, મને લાગે છે કે દિવાળી દરમિયાન માત્ર બે ફિલ્મો નહીં પરંતુ વધુ ફિલ્મો રિલીઝ થઈ શકી હોત. મને લાગે છે કે તે દર્શકો માટે બોનસ છે. હું ઈચ્છું છું કે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments