back to top
Homeગુજરાતઈન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:વડોદરા સહિત દેશભરના વિવિધ એરપોર્ટ પર 40...

ઈન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:વડોદરા સહિત દેશભરના વિવિધ એરપોર્ટ પર 40 ફ્લાઈટમાં બોમ્બ મુકાયાની ધમકીથી પોલીસ દોડતી થઇ, 25 દિવસમાં બીજી વાર ધમકી

દિવાળી પર્વ પહેલાં ગઈકાલે સાંજે વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઇન્સની ફલાઇટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી. જેને પગલે એરપોર્ટ ઓથોરિટી, વડોદરા પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. ઈન્ડિગો ફ્લાઈટ અને એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. 40 ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી
વડોદરા એરપોર્ટ પર છેલ્લા 25 દિવસમાં બીજી વખત બોમ્બની ધમકી મળી છે. ગઈકાલે સાંજે ઈન્ડિગો એરલાઇન્સને ઈમેલમાં ધમકી મળી હતી કે ફ્લાઈટ નંબર 807માં બોમ્બ મુકાયો છે. તેની સાથે દેશના વિવિધ એરપોર્ટ પર 35થી 40 ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી. જેને પગલે વડોદરા પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ બોમ્બ અને ડોગ સ્કવોડની મદદથી ચેકિંગ શરૂ કર્યું હતું. જોકે, તપાસની અંતે કશું મળ્યું ન હતું જેથી પોલીસે અને એરપોર્ટ ઓથોરિટીએ હાશકારો અનુભવ્યો હતો. અજાણ્યા વ્યક્તિએ ઈમેલ મોકલ્યો હતો
આ સમગ્ર મામલે પોલીસ અને CISFની ટીમ દ્વારા ઈનર અને આઉટર ચેકિંગ કરવામાં આવ્યું હતું. તાત્કાલિક એરપોર્ટ એથોરિટીની મિટિંગ બોલાવવામાં આવી જેમાં SOG, DCP, ક્રાઈમ બ્રાન્ચ, સેન્ટ્રલ આઈબી, લોકલ આઈબી અને લોકલ પોલીસ જોડાયા હતા. આ ઘટના અંગેનો ગુનો હરણી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઈમેલ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે, જેની હાલ તપાસ ચાલુ છે. એરપોર્ટ અને ફ્લાઈટમાં તપાસ કરાઈ હતી
વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર પ્રદીપ ડોબરીયાએ જણાવ્યું હતું કે, ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં બોમ્બ મુકાયાની ધમકી મળી હતી. જેથી તુરંત જ અમે એલર્ટ થઈ ગયા હતા અને પોલીસ સહિતની એજન્સીઓને પણ જાણ કરી હતી. એરપોર્ટ અને ફ્લાઈટમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કશું મળ્યું નહોતું. 25 દિવસ પહેલાં પણ વડોદરા એરપોર્ટને ધમકી મળી હતી
અગાઉ 25 દિવસ પહેલાં પણ વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં CISFના ઇમેલ એડ્રેસ પર ગર્ભિત ધમકીભર્યો મેસેજ આવતા એરપોર્ટ ઓથોરિટી, પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બોમ્બ અને ડોગ-સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી નહોતી. વાંચો સંપૂર્ણ સમાચાર કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી
મહત્વની બાબત છે કે અગાઉ 5 મહિના પહેલાં પણ વડોદરા હરણી એરપોર્ટને ઇમેલ દ્વારા ધમકી મળી ચૂકી છે અને ત્યારે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે પણ કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. ત્યારે ફરી એકવાર આ પ્રકારે ધમકી બાબતે પોલીસ એક્શનમાં આવી છે. હરણી એરપોર્ટ ખાતે ઇમેલ દ્વારા ગર્ભિત ધમકીભર્યો મેસેજ મળતાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે, ઇમેલ કોના દ્વારા કરાયો એની શોધખોળ સાયબર ક્રાઇમ પોલીસે શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments