બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા મેથ્યુ વેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 8 મહિના પહેલા આ વર્ષે માર્ચમાં તેણે શેફિલ્ડ શીલ્ડની ફાઈનલ રમ્યા બાદ ફર્સ્ટ ક્લાસ એટલે કે રેડ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. મેથ્યુ વેડે ઓસ્ટ્રેલિયા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તે પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરશે. પાકિસ્તાન સામે ઘરઆંગણે રમાનારી T20 શ્રેણી માટે તેને કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યો છે. તે વિકેટકીપિંગ અને ફિલ્ડિંગ કોચની ભૂમિકા નિભાવશે. cricket.com.au સાથેની વાતચીતમાં વેડે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યો
વેડે તેની 13 વર્ષની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટ મેચ, 97 વન-ડે અને 92 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વેડે હોમ ટીમને કોચિંગ આપ્યું
વેડ તસ્માનિયાની યુવા અને બીજી XI ટીમને કોચિંગ આપી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા ટીમના હાઈ પરફોર્મન્સ અને એક્ઝિક્યુટિવ જનરલ મેનેજર બેન ઓલિવરે મેથ્યુ વેડને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે અમે કોચિંગમાં મેથ્યુના અનુભવની રાહ જોઈ રહ્યા છીએ. 2021 થી ટેસ્ટ અને ODI ટીમમાં સ્થાન નહીં
36 વર્ષીય મેથ્યુ વેડે ઓસ્ટ્રેલિયા માટે 2011માં ડેબ્યૂ કર્યું હતું. વિકેટકીપર બેટર વેડને 2021થી વનડે અને ટેસ્ટમાં રમવાની તક મળી નથી. તે 2021 T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની જીતના હીરોમાંથી એક હતો. પાકિસ્તાન સામેની સેમિફાઈનલ મેચમાં તેણે શાહિન આફ્રિદી સામે ત્રણ સિક્સર ફટકારીને ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. બે સિઝન સુધી ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે
બે સિઝન માટે તાસ્માનિયા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તે બિગ બેશ લીગમાં હોબાર્ટ હરિકેન્સ માટે પણ રમવાનું ચાલુ રાખશે. IPLમાં ગુજરાત અને દિલ્હી તરફથી રમ્યો છે
વેડ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી ડેરડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સ) અને ગુજરાત ટાઇટન્સ તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે વર્ષ 2024, 2022 અને 2011માં IPL રમી છે. આ વર્ષે તેણે ગુજરાત ટાઇટન્સ માટે 2 મેચ રમી હતી. IPLમાં અત્યાર સુધી રમાયેલી 15 મેચોમાં તેણે 103.39ના સ્ટ્રાઈક રેટથી 183 રન બનાવ્યા છે. વિકેટની પાછળ રહીને તેણે 8 મેચ પકડ્યા અને 2 ખેલાડીઓને સ્ટમ્પ કર્યા.