બોલિવૂડનો કિંગ ખાન 2 નવેમ્બરે 59 વર્ષનો થશે. તેનો બર્થ ડે ફેન્સ માટે કોઈ તહેવારથી ઓછો નથી. શાહરૂખના બંગલા મન્નતની બહાર અડધી રાતથી જ ફેન્સનો જમાવડો લાગી જતો હોય છે. પરંતુ શાહરૂખનો આ બર્થ-ડે એકદમ ખાસ માનવામાં આવી છે અને તેને ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું છે. શાહરૂખના બર્થ ડેનું ગ્રાન્ડ સેલિબ્રેશન
ખાન પરિવારના નજીકના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે શાહરૂખનો જન્મદિવસ આ વખતે ખાસ રીતે ઉજવવામાં આવશે. કિંગ ખાન તેનો જન્મદિવસ ઇન્ડસ્ટ્રીના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સાથે ઉજવશે. શાહરૂખની ટીમ અને ગૌરીએ એક્ટરના જન્મદિવસના આમંત્રણ અને મહેમાનોની યાદી પર વ્યક્તિગત રીતે કામ કર્યું છે. કિંગ ખાનના જન્મદિવસના ગ્રાન્ડ સેલિબ્રેશનમાં લગભગ 250 લોકોને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. મહેમાનોની યાદીમાં કોનો સમાવેશ થશે?
ગેસ્ટ લિસ્ટની વાત કરવામાં આવે તો રણવીર સિંહ, સૈફ અલી ખાન, કરીના કપૂર, કરિશ્મા કપૂર, એટલી, ઝોયા અખ્તર, ફરાહ ખાન, શનાયા કપૂર, મહિપ કપૂર, શાલિની પાસી, નીલમ કોઠારી, કરન જોહર, અનન્યા પાંડે, આલિયા ભટ્ટ સહિત ઈન્ડસ્ટ્રીના લોકોનો સમાવેશ થાય છે. શાહરૂખ અને ગૌરીના નજીકના મિત્રો પણ પાર્ટીમાં હાજરી આપશે. ફેન્સને આપશે સરપ્રાઈઝ
શાહરૂખ આ ખાસ અવસર પર આગામી ફિલ્મ કિંગની જાહેરાત કરશે. આ ફિલ્મમાં એક્ટર તેની પુત્રી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે. ચોક્કસ કિંગ ખાનના ફેન્સને તેમના ફેવરિટ એક્ટરના જન્મદિવસ પર એક મોટું સરપ્રાઈઝ મળશે. શાહરૂખના પુત્ર આર્યન ખાન અને સુહાના હાલમાં વર્ક કોલાબરેશન માટે દુબઈમાં છે. તે દિવાળી અને પિતા શાહરૂખની બર્થડે પાર્ટી માટે મુંબઈ પરત ફરશે. શાહરૂખ તેની દિકરી સાથે કરશે ફિલ્મ
વર્ક ફ્રન્ટ પર કિંગ ખાન માટે 2023 નસીબદાર હતું. બેક ટુ બેક ફ્લોપ પછી તેણે ધમાકેદાર કમબેક કર્યું. પઠાણથી લઈને જવાન સુધીની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર દબદબો દર્શાવ્યો હતો. બંનેએ કમાણીના રેકોર્ડ તોડ્યા હતા, પરંતુ ડંકીએ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી ન હતી. ફેન્સ એક્ટરની આગામી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. આ પ્રોજેક્ટની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. સુહાના વિશે વાત કરીએ તો, તેણે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી એક્ટિંગની શરૂઆત કરી, પરંતુ તે તેના કામથી દર્શકોને પ્રભાવિત કરી શકી નહીં.