સુરતમાં અડાજણ, પાલ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કાસા રિવેરા બિલ્ડિંગના 23માં માળ પર આતશબાજીનું આયોજન કરાયું હતું. સતત 5 મિનિટ ચાલેલી આતશબાજી જોવા માનવ મહેરામણ ઉમટ્યો હતો. પાલ વિસ્તાર જાણે 5થી 7 મિનિટ માટે થંભી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો. આતશબાજી થતા જ લોકો જોતા રહી ગયા હતા
દિવાળીને લઈને હાલ સુરત શહેરને શણગારી દેવામાં આવ્યું છે. સુરતની બિલ્ડિંગો, બ્રિજ, સર્કલો સહિતની તમામ જગ્યાઓ પર લાઇટિંગ કરવામાં આવ્યું છે. સરકારી જગ્યાઓ પર પાલિકા દ્વારા લાઇટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે પ્રાઇવેટ બિલ્ડિંગ પર તેના માલિકો દ્વારા લાઇટિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન સુરત શહેરમાં એક 23 માળની બિલ્ડિંગ પર આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આતશબાજી થતા જ લોકો જોતા રહી ગયા હતા. રાત્રે 10 વાગ્યાના ટકોરે આતશબાજી શરૂ થઈ હતી
સુરતના પાલ વિસ્તારમાં આવેલી કાંસા રિવેરા બિલ્ડિંગના 23માં માળ પર આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગના ટેરેસ પર અલગ અલગ પ્રકારની રોશની ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે 10 વાગ્યાના ટકોરે આતશબાજી શરૂ થઈ હતી. પાંચથી સાત મિનિટ ચાલેલી આ આતશબાજી જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આતશબાજી શરૂ થતા જ રસ્તા ઉપરનો ટ્રાફિક પણ થંભી ગયો હતો.