back to top
HomeગુજરાતMLA હીરા સોલંકીના જમાઈ પર કુહાડીથી હુમલો:અમરેલી જિલ્લા યુવા ભાજપ-પ્રમુખ અને માછીમારો...

MLA હીરા સોલંકીના જમાઈ પર કુહાડીથી હુમલો:અમરેલી જિલ્લા યુવા ભાજપ-પ્રમુખ અને માછીમારો વચ્ચે જાફરાબાદ જેટી પર બબાલ; ચેતન શિયાળનો રિવોલ્વર સાથે વીડિયો વાઇરલ

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડી વડે હુમલો કરાતા ચકચાર મચી છે. ચેતન શિયાળને ગંભીર ઈજા થતાં સારવાર માટે ભાવનગર ખસેડાયા છે. જાફરાબાદ જેટીમાં રસ્તા પર વાહનો આડાં રાખી દેવા બાબતે માછીમારો સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. આ મારામારીનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં ચેતન શિયાળના હાથમાં પણ રિવોલ્વર જોવા મળી રહી છે. આ વીડિયો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે ચેતન શિયાળના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બે સિવાય તમામ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. વાહન સાઈડમાં રાખવા બાબતે ઝઘડો થયા બાદ હુમલો
જાફરાબાદ બંદરની ટી ટાઈપ જેટી પર ફરિયાદી ચંદ્રકાંતભાઈ શિયાળ અને અન્ય સાહેદો માછીમારી કરી પરત આવી રહ્યા હતા. જેથી માછલી ખાલી કરવા ચંદ્રકાંતભાઈ અને અન્ય સાહેદો જેટી પર જઈ રહ્યા હતા. ત્યારે આ કામના આરોપી યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડું પડ્યું હતું. જે સાઈડમાં રાખવા માટે ચંદ્રકાંતભાઈએ કહેતા યશવંત બારૈયા સહિતના આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ચંદ્રકાંતભાઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી. જેથી ચંદ્રકાંતભાઈના પુત્ર ચેતનભાઈ શિયાળને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેને ઘટનાસ્થળે જોઈ આરોપીઓ ઉશ્કેરાયા હતા અને તેના પર કુહાડીથી જીવલેણ હુમલો કરી સોનાના ચેઈનની લૂંટ ચલાવી હતી. ચેતન શિયાળને ગંભીર ઈજા થતાં ભાવનગર સારવાર માટે ખસેડાયા
જાફરાબાદની ટી જેટી પર હુમલાના બનાવમાં ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગરમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. બનાવના પગલે અમરેલી ભાજપના નેતાઓ રાત્રિના સમયે જ ભાવનગર હોસ્પિટલ પર દોડી ગયા હતા. 6 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી
જાફરાબાદની ટી જેટી પર બનેલી આ ઘટના મામલે ચેતન શિયાળના પિતા ચંદ્રકાંત શિયાળ દ્વારા યશવંત નારણભાઈ બારૈયા, સિદ્ધાર્થ બારૈયા, સંજય બારૈયા, બોટનો દિઢીયો (ટંડેલ), ટ્રેક્ટરનો ડ્રાઈવર, ‘જયશ્રી તાત્કાલિક’ નામની બોટના ખલાસી સામે જીવલેણ હુમલો અને લૂંટની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાફરાબાદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચેતન શિયાળનો રિવોલ્વર સાથેનો વીડિયો વાઈરલ
જાફરાબાદમાં ટી જેટી પર ચેતન શિયાળ પર હુમલાના બનાવ બાદ ચેતન શિયાળના હાથમાં રિવોલ્વર સાથેના વાઈરલ થયેલા વીડિયો બાબતે પોલીસે કહ્યું કે, આ વીડિયો અમારા ધ્યાનમાં પણ આવ્યો છે જેની તપાસ જાફરાબાદ પોલીસ કરી રહી છે. ભૂતકાળમાં પણ આવા હુમલા થયા છે- હીરા સોલંકી
રાજુલાના ધારાસભ્ય અને ચેતન શિયાળના સસરા હીરાભાઈ સોલંકી રાત્રિના સમયે જ ભાવનગર હોસ્પિટલ પર પહોંચ્યા હતા. હીરા સોલંકીએ કહ્યું હતું કે, જાફરાબાદ ખાતે ચેતન શિયાળ પર જીવલેણ હુમલો થયો છે. અત્યારે ભાવનગર લઈને આવ્યા છીએ. એસપી સાહેબ સાથે, જાફરાબાદ પીઆઈને આ બાબત ધ્યાન પર મૂકી છે. કાયદો કાયદાની રીતે કામ કરશે, તેના પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. આવાં તત્ત્વોને સરકાર હંમેશાં ગંભીરતાથી લેતી હોય છે. અગાઉ પણ આવા હુમલા થયા છે તે પોલીસના ધ્યાન પરમ મૂક્યું છે. તેના પર કાયદેસર કાર્યવાહી થતી હશે તે સરકાર કરશે. હથિયારના વીડિયો અંગે પોલીસ તપાસ કરી રહી છે- ડીવાયએસપી
જ્યારે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે, આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. યશવંત બારૈયા, સિદ્ધાર્થ બારૈયા અને જયશ્રી તાત્કાલીક બોટના ટંડેલ અને ખલાસીઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે. જ્યારે બે આરોપીને હજી પકડવાના બાકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments