સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. સોમીનું કહેવું છે કે તેની જેમ સલમાને ઐશ્વર્યા રાય સાથે પણ ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. તેણે એક્ટ્રેસના ખભાના ભાગે ઈજા પણ પહોંચાડી હતી. ન્યૂઝ એજન્સી INS સાથેના એક ઈન્ટરવ્યુમાં જ્યારે સોમી અલીને પૂછવામાં આવ્યું કે સલમાન તેની EX ગર્લફ્રેન્ડ જેમ કે સંગીતા બિજલાની અને કેટરિના કૈફ સાથે સારા સંબંધ રાખે છે, પરંતુ તેની સાથે કેમ નહીં. આના પર સોમીએ કહ્યું, સલમાન જે રીતે મારી સાથે વર્ત્યા છે, તેવો વ્યવહાર તેને બીજા કોઈ સાથે નથી કર્યો. મારી સાથે જેટલો દુર્વ્યવહાર કર્યો તેટલો સલમાને કદાચ સંગીતા અને કેટરિના સાથે નહીં કર્યો હોય. જોકે ઐશ્વર્યા સાથે પણ સલમાને ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. ઐશ્વર્યા સાથે મારપીટ કરતો અને એકવાર તેણે એક્ટ્રેસના ખભાના ભાગમાં ઈજા પહોંચાડી હતી. પરંતુ મને ખબર નથી કે કેટરિના સાથે શું થયું. સોમીએ કહ્યું- સલમાન કરતાં લોરેન્સ સારો ગણાવ્યો
સોમીએ આગળ સલમાન અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચે સરખામણી કરી. સોમીએ કહ્યું કે, ‘સલમાને મારી સાથે જે કર્યું તે જોઈને હું કહી શકું છું કે લોરેન્સ બિશ્નોઈ તેના કરતા સારો માણસ હશે.’ જ્યારે સલમાને સોમી સાથે મારપીટ કરી હતી
સોમીએ એ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે સલમાને તેને ખરાબ રીતે માર માર્યો હતો. સલમાનના હાઉસ હેલ્પર પણ ન મારવા માટે વિનંતી કરી રહ્યા હતા. સોમીની હાલત જોઈને તબ્બુ રડતી હતી
સોમીએ જણાવ્યું કે, એક વખત તબ્બુ તેની હાલત જોઈને પરેશાન થઈ ગઈ હતી. સોમીએ કહ્યું, ‘મને કમરમાં ખૂબ દુખાવો થતો હતો. હું લાંબા સમય સુધી પથારીમાં હતી. તબ્બુ મને જોઈને રડતી હતી. પરંતુ સલમાન તે ક્યારેય જોઈ શક્યો નહીં. સોમીએ વધુમાં કહ્યું કે તેની માતા અને કેટલાક મિત્રો સલમાન સાથેના તેના સમગ્ર સંઘર્ષને જાણે છે. 8 વર્ષ સુધી સલમાનને ડેટ કરી
સોમી એક પાકિસ્તાની-અમેરિકન અભિનેત્રી છે જેણે 90ના દાયકામાં બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પાકિસ્તાનમાં જન્મેલી સોમી હવે અમેરિકામાં રહે છે. તે 90ના દાયકામાં સલમાન ખાનની ગર્લફ્રેન્ડ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમી અને સલમાને એકબીજાને 8 વર્ષ (1991 થી 1999 સુધી) ડેટ કર્યા હતા.