back to top
Homeગુજરાતમુખ્યમંત્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી:CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં દર્શન...

મુખ્યમંત્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી:CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં દર્શન પૂજન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી

આજથી નવું વર્ષ વિક્રમ સવંત 2081ની શરૂઆતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં દર્શન કરીને નવા વર્ષની સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2081 ના પ્રારંભ દિવસે સવારે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન પૂજન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. આજથી નવું વર્ષ વિક્રમ સવંત 2081ની શરૂઆત થઇ છે. લોકો એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને દેવ દર્શને જઇ રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવા વર્ષની વહેલી સવારે ગાંધીનગર પંચદેવ મંદિરમાં દર્શન કરીને નવા વર્ષના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી સમૃદ્ધિ. અને પ્રગતિની ઈશ્વર પ્રાર્થના કરતા સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યાં હતા. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત નો જે સંકલ્પ કર્યો છે તે સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ યોગદાન આપશે તેવી અપેક્ષા પણ નૂતવર્ષાભિનંદન પાઠવતાં વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેસતા વર્ષની સવારે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. ઉલ્લેખનિય છે કે વર્ષોની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી નવા વર્ષની સવારે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિર ખાતે પહોંચે છે અને ભગવાનના દર્શન કરીને રાજ્યમાં સુખ અને સમૃદ્ધિ માટે કામના વ્યક્ત કરે છે. CM ભૂપેન્દ્ર પટેલ પંચદેવ મંદિર બાદ અડાલજ ત્રી મંદિર અને ભદ્રકાળી મંદિર ખાતે પણ દર્શ કરવા માટે પહોંચશે. ત્યારબાદ મંત્રીનિવાસ સ્થાન ખાતે યોજાયેલા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બેસતા વર્ષે પંચદેવ મંદિર ખાતે દર્શન કરવા જતા હતા અને ભગવાનના દર્શન કરીને નવા વર્ષની શરુઆત કરતા હતા. આ અવસરે ધારાસભ્ય રીટાબહેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ ,સંગઠનના અગ્રણીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓની આપ લે પણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments