ગોંડલમાં હનુમાનજી મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. અન્નકૂટમાં 180 વસ્તુ ભગવાનને પ્રસાદ રૂપે ધરાવવામાં આવી છે. ભગવાનને ચૂરમાના લાડવા કાજુ-દ્રાક્ષ બદામ અખરોટ અંજીર સહિતના ડ્રાયફ્રૂટ, લીલા સૂકા શ્રીફળ, ફળફળાદી અને ફરસાણ ધરાવવામાં આવ્યા છે. આ 56 ભોગનો અન્નકૂટ સમગ્ર ગોંડલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગોંડલ કૈલાસ બાગ શેરી નંબર 10/11 પ્રવીણભાઈ હરસોડાના ઘરે હનુમાનજી મહારાજના મંદિરે 56 ભોગ અન્નકૂટ ધરવામાં આવ્યો છે. અન્નકૂટમાં 180 જેટલી આઇટમો ધરવામાં આવી છે. ચુરમાના લાડવા, ગુંદીના લાડવા, લાડુડી, કાજુ, બદામ, અંજીર, દ્રાક્ષ, અખરોટ, ચેરી, નારિયેળનું ખમણ, પિસ્તા, કાળી કિસમિસ સહિતના ડ્રાયફ્રુટ, લીલા અને સૂકા નારિયેળ, ડ્રેગન ફ્રુટ, પાઈનેપલ, સીતાફળ, સંતરા, દાડમ, ચીકુ, સફરજન સહિતની ફળફળાદી, ગાંઠીયા, પુરી, ચેવડો, કુરકુરે, ચના, ચકકરી, મોરા મીઠા સાટા, સક્કરપારા સહિતના ફરસાણ અને બિસ્કીટ, નાનખટાઈ, ટોસ, ચેવડો, પૂરી વગેરે બેકરીની આઇટમો ધરવામાં આવી છે. હનુમાન દાદાને ધરાવવામાં આવેલા અન્નકૂટના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. હનુમાન દાદાને છેલ્લા 29 વર્ષથી અન્નફૂટ ધરવામાં આવે છે. વર્ષમાં 2 વાર હનુમાનજીને અન્નકૂટ ધરવામાં આવે છે. આ અન્નકૂટ ધરવામાં નિલેશભાઈ રૈયાણી અને પ્રવીણભાઈ હરસોડા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.