સુરતના અડાજણ BAPS સ્વામિનારાયણ મંદિરમાં 1300થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકુટોત્સવ યોજાયો હતો. આ અન્નકૂટના દર્શન કરવા ભાવિ-ભક્તો ઉમટી પડ્યા હતાં. સમગ્ર દિવસ દરમિયાન નૂતનવર્ષના મંગલપ્રારંભે 45,000થી વધુ ભક્તોએ અન્નકુટોત્સવના દર્શન કરશે. હજારો ભક્તો દર્શને આવ્યા છતાં પણ કોઇ અવ્યવસ્થા સર્જાય નહોંતી. દર્શન માટે કરવામાં આવેલા આયોજને જોઈને મંદિરે પધારેલા ભાવિકો પણ પ્રભાવિત થયા હતા. આજે 45,000થી વધુ ભાવિકો મંદિર પરિસરમાં પધારશે
નવા વર્ષના પ્રથમ દિવસે ભારતીય પરંપરાગત રીતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની અને પ. પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી વિશ્વભરમાં રહેલા BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભવ્ય અને દિવ્ય અન્નકૂટોત્સનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે. સંવત 2081ના પ્રથમ દિવસે અડાજણ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરે 1300થી વધુ વાનગીઓનો અન્નકુટોત્સવ યોજાયો હતો. આ અંગે ભક્તોએ વાત કરતા જણાવ્યું હતું કે, ભક્તિ ભાવથી બનાવેલી વિવિધ વાનગીઓના દર્શન કરવા સાથે જ ભગવાનના દર્શનનો લાવો લેવા માટે મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. કોઈ દિવસ એક સાથે આટલી વાનગીઓ જોવા ન મળી હોય, તે વાનગીઓ અહીં આજે નવા વર્ષના દિવસે જોવા મળી રહી છે. અગ્રણીઓ દ્વારા અન્નકૂટની આરતી કરાઈ
પ્રભાતે વૈદિક મહાપૂજા સાથે સ્નેહમિલન દ્વારા આ વર્ષની શરૂઆત થઈ હતી. જેમાં મંદિરના કોઠારી સંત ઉત્તમપ્રકાશ સ્વામીએ નૂતન વર્ષની સુખાકારી માટે આશીર્વાદ પાઠવ્યા હતા. મંદિરમાં ઠાકોરજી સમક્ષ સંતો-ભક્તો દ્વારા મનોહર સુશોભન સાથે 1300થી વધુ વિવિધ વાનગીઓનો અદ્ભુત અન્નકૂટ ભક્તિભાવપૂર્વક ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે મંદિરના સંતો તથા સુરત શહેરના અગ્રણીઓ દ્વારા અન્નકૂટોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. અન્નકૂટની કલાત્મક ગોઠવણીથી દર્શનાર્થી પ્રભાવિત થયા
સામાન્ય રીતે હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય, ત્યારે અવ્યવસ્થા સર્જાતી હોય છે. અહીંયા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા આવેલા હોવા છતાં કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય નહોંતી. આજના ઉત્સવમાં અન્નકૂટની કલાત્મક ગોઠવણી અને દર્શન વ્યવસ્થા જોઈને સૌ દર્શનાર્થી પ્રભાવિત થયા હતા. નવા વર્ષના મંગલ પ્રારંભે ભગવાનના દિવ્ય દર્શન અને થાળ ધરાવીને સૌએ ધન્યતા અનુભવી હતી. રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરને 26 વર્ષ પણ પુરા થતા હોવાથી આજે 1500થી વધુ વાનગીઓનો અન્નકૂટ ભગવાનને ધરવામાં આવ્યો હતો. તમામ વાનગીઓનું પ્રસાદ સ્વરૂપે વિવિધ અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ તેમજ સેન્ટ્રલ જેલના કેદીઓમાં પણ વિતરણ કરવામાં આવશે. અભૂતપૂર્વ અન્નકૂટના દર્શન કરવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુ વાળા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. વીડિયો માટે ક્લિક કરો… રાજકોટ BAPS મંદિરમાં 1500થી વધુ વાનગીનો ભવ્ય અન્નકૂટ; વિશ્વએ શાકાહારી તરફ જવુ જ પડશે: રૂપાણી