back to top
Homeગુજરાતએક જ દિવસમાં બે હત્યાના બનાવ:પાડોશીએ મારામારી કરી યુવકને ઈજાગ્રસ્ત કર્યો, સિવિલ...

એક જ દિવસમાં બે હત્યાના બનાવ:પાડોશીએ મારામારી કરી યુવકને ઈજાગ્રસ્ત કર્યો, સિવિલ હોસ્પિટલ પહોંચેલી એમ્બ્યુલન્સમાંથી ફરી બહાર કાઢી છરીથી રહેસી નાખ્યો

અમદાવાદમાં તહેવાર ટાળે જ એક દિવસમાં બે હત્યાના બનાવો સામે આવ્યા છે. જેમાં શહેરના શાહિબાગ અને ખોખરા વિસ્તારમાં બે યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. તો અન્ય એક યુવક હજી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, હુમલામાં ઈજાગ્રસ્ત થયેલો યુવક સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યો ત્યાં ફરીથી આરોપીએ પહોંચી યુવક પર ફરી વખત હોસ્પિટલમાં જ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ આ મામલે ગુનો નોંધી પોલીસે ફરાર આરોપીની શોધખોણ હાથ ધરી છે. હત્યાના કુખ્યાત આરોપીએ વધુ એક હત્યા કરી
પહેલી ઘટનાની વાત કરીએ તો શહેરકોટડામાં મેમકોના પ્રેમનગરમાં રહેતા આલોક કુસવાહનું તેમના પડોશમાં રહેતા ગોલુ તોમર સાથે ઝઘડો થયો હતો. અને તેઓ વચ્ચે મારામારી થઈ હતી. જેથી ઇજાગ્રસ્ત આલોકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આરોપી પુષ્પેન્દ્ર ઉર્ફે છોટુ તોમર, દિપુ તોમર, બબલુ ઉર્ફે બચુ તોમર અને અજાણ્યા શખ્સો છરી લઈને સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતા. જ્યાં એમ્બ્યુલન્સમાંથી આલોકને બહાર કાઢીને છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દીધી હતી. આરોપી હત્યા કરીને ફરાર થઇ જતા શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે, હોસ્પિટલમાં જ હુલમો થતા હોસ્પિટલની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. એકનું મોત, એકના જીવન મરણ વચ્ચે જોલા
એક તરફ સાહિબાગમાં પોલીસ હત્યાની તપાસ કરતી હતી, ત્યાં જ શહેરના ખોખરા વિસ્તારમાં પુજાલાલની ચાલી તથા જંયતી વકિલની ચાલીમાં બે મહિના પહેલા થયેલા મનદુખમાં અજય મકવાણા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. બે મહિના પહેલા રિક્ષાચાલકને આરોપી સાથે તકરાર થતા મૃતક અને તેના ભાઈએ બચાવ્યો હતો. જેનું મનદુખ રાખી સુચીત મરાઠી, પપ્પુ મરાઠી, સીંધુ મારાઠી અને પિયુષ મરાઠીએ ગઈકાલે રાતે હુમલો કરતા અજય મકવાણાનું મોત થયુ છે. જોકે, હુમલામાં સુચિતને પણ ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે હત્યાના પ્રયાસમાં મૃતક અજય, તેનો ભાઈ મેહુલ અને અન્ય એક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. શહેરમાં થતી હત્યાને લઈ લોકોની સુરક્ષા સામે સવાલો
શહેરમાં દિવાળીના તહેવારની એક જ રાતમાં બે પરિવારે પોતાના ઘરના દિપક સમાન પુત્રો ગુમાવ્યા છે. જે અંગે કાયદો તો કાયદાનુ કામ કરશે, પરંતુ રોજબરોજ શહેરમાં બનતી હત્યાની ઘટનાને પગલે શહેરની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસ આરોપીઓ પકડીને જેલ હવાલે કરશે, પરંતુ દર વર્ષે આવતી દિવાળીમાં પરિવારના સભ્યો તેમના પુત્રના વિયોગમાં જ રહેશે. આ તહેવાર તેમના પરિવાર માટે દુખ આપનાર બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments