back to top
Homeગુજરાતવર્લ્ડ રેકોર્ડ બનાવી વતનનું ઋણ ચૂકવ્યું:સુરતની મહિલાએ વિશ્વાસ ન થાય તે વેસ્ટ...

વર્લ્ડ રેકોર્ડ બનાવી વતનનું ઋણ ચૂકવ્યું:સુરતની મહિલાએ વિશ્વાસ ન થાય તે વેસ્ટ વસ્તુમાંથી 18 થીમ પર 3 લાખ પીસ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો; સ્વાગત જોઈ આંખ ભરાઈ આવી

સુરતની મહિલાએ વેસ્ટમાંથી 18 થીમ પર 3 લાખ ટૂકડાઓ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મહિલા મૂળ અમરેલીના ચલાલાના હોવાથી તેઓએ વતનને આ રેકોર્ડ માટે પસંદ કર્યું હતું. જોકે, આ રેકોર્ડ કોઈ સિટી લેવલે જ મળતો હોય છે. લોકો જે વસ્તુને ફેંકી દેતા હોય છે, તેને રિસાઈકલ કરી તેને બેસ્ટમાં રૂપાંતરિત કરી કલાકારીનું સન્માન થાય એવો રેકોર્ડ બનાવ્યો છે. જેને પગલે ગામમાં અને સુરતમાં સ્વાગત જોઈને તેઓની આંખો પણ ભરાઈ આવી હતી. 6 વર્ષમાં 18 પ્રકારની હસ્તકલાના 3 લાખ પીસ બનાવ્યા: સુધા નાકરાણી
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સુધા નાકરાણી એક કલાકાર છે. ફેશન ડિઝાઇન અને હેન્ડક્રાફ્ટેડ એસેસરીઝની સંસ્થા સુર્મલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના સ્થાપક છે. તેમણે છ વર્ષમાં 18 પ્રકારની હસ્તકલાના કુલ 3,00,000 પીસ બનાવ્યા હતા. તે અને તેની ટીમ સિંધી વર્ક, એપ્લિક વર્ક, કરાચી વર્ક, ટ્રેડિશનલ વર્ક, જરદોશી વર્ક, મુકેશ વર્ક, સિફલી વર્ક, મિરર વર્ક, મોતી વર્ક, થ્રેડ વર્ક, કશુટી વર્ક, પિચવાઈ વર્ક, કાશીદા વર્ક, ખાટલી બનાવવા અને શીખવવામાં નિષ્ણાત છે. માર્ડી વર્ક, ચિકંકારી વર્ક, રિબન વર્ક વગેરે બનાવી નવો રેકોર્ડ બનાવ્યો છે. ‘મારા ગામમાં પણ મારું સન્માન કરવામાં આવ્યું’
આ અંગે સુધા નાકારણીએ જણાવ્યું હતું કે, આ રેકોર્ડ માટે મેં મારા ગામ અમરેલીના ચલાલાને પસંદ કર્યું હતું. જોકે, ગામડાઓમાં તો રેકોર્ડ નથી મળતો પણ મારે મારા ગામનું ઋણ ચૂકવવું હતું, એટલે મારું વતન પસંદ કર્યું હતું. કહેવાય છે કે, દીકરી બે ખોવડા તારે છે. મારા ગામ ચલાલાનું ઋણ ચૂકવવું હતું, જેથી મારા ગામને પસંદ કર્યું હતું, તેની મને ખૂબ જ ખૂશી છે. મારા ગામમાં પણ મારું સન્માન કરવામાં આવ્યું હતું, જેથી તમામની આભારી છું. ‘આ રેકોર્ડ માટે 6 વર્ષ મહેનત કરી’
વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ વર્કની અંદર ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. મેં મારા વર્કમાં એવી વસ્તુઓ યુઝ કરી છે જે લોકોએ ફેંકી દીધી હોય. આ ફેંકેલી વસ્તુઓને રિસાઈકલ કરી તેનું વર્ક કર્યું છે. લોલીપોપની ફેંકી દીધેલી નળી, નાની કાચની બોટલ, વેસેલિનની ખાલી નાની ડબ્બી, ખીલી, ચળોઠી, દવાના રેપર, ઈલેક્ટ્રીકના વાયર આવી અનેક વસ્તુઓનો ઉપયોગ કરી અલગ-અલગ પ્રકારની ક્રિએટિવિટી કરી છે. 3 લાખ મેક્સિમમ પીસ બનાવ્યા છે. 6 વર્ષ કરેલી મહેનતથી આ રોકોર્ડ બનાવ્યો છે. ‘એક ફોટોગ્રાફરની રિલ્સ જોઈને પ્રેરણા મળી’
વધુમાં જણાવ્યું હતું કે, 6 વર્ષ સુધી હું મહેનત કરતી હતી. મારી એક મિત્રએ કહ્યું હતું કે, આસાનીથી આ એવોર્ડ મળતો નથી, તમારી મહેનત ચાલું રાખો. આ એવોર્ડ પાંચ વર્ષે, 10 વર્ષે કે 20 વર્ષે અથવા તો ન પણ મળે. ત્યારે હું મારી હિંમત પણ હારી ગઈ હતી. દરમિયાન એક દિવસ ઘરે બેસેલી હતી, ત્યારે એક રિલ્સ જોઈ હતી. જેમાં એલન નામના એક ફોટોગ્રાફરે એક પક્ષીના ફોટો માટે છ વર્ષમાં સાત લાખ પ્રયત્ન કર્યા હતા. ત્યારે મને એમ થયું કે, એક ફોટો માટે સાત લાખ વાર પ્રયત્ન કર્યા છે. તો મારે પણ મારી મહેનત ચાલું રાખવી જોઈએ. ‘મહિલાઓની અંદર એક હુનર છુપાયેલું હોય જ છે’
ક્રિએટિવિટી કરતી મહિલાઓને સંદેશો આપતા જણાવ્યું કે, આપણી અંદર એક હુનર છુપાયેલું હોય છે, તો પોતાની ક્રિએટિવિટીને બહાર લાવો. લોકો ટેલેન્ટના જ દિવાના છે. બધા કરતા કઈક અલગ રસ્તે ચાલો, બધા કરતા એકલા પણ અલગ રસ્તે ચાલો અને કંઈક ક્રિએટિવિટી કરી ભવિષ્ય બનાવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments