મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા ગામે બાઈકને હોર્ન મારવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં જિલ્લાની પોલીસ ગામમાં ખડકી દેવાઈ હતી.ત્યારે પોલીસે પણ ભારે જહેમત બાદ તોડા ને વિખેર્યું હતું. મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના કમાણા ગામે આજે બાપોર બાદ બાઇકને હોર્ન માર જેવી બાબતે બે કોમ વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી.જેમાં અથડામણ મા બને જૂથ વચ્ચે પથ્થર મારો અને મારામારી સર્જાઈ હતી.સમગ્ર મામલે પોલીસને જાણ થતાં જ મહેસાણા એલસીબી,એસઓજી સહિત ની ટિમો ઘટના સ્થળે આવી ટોળા ને વિખેરવા પ્રયાસ હાથ ધર્યાહતા.જોકે ટોળું કાબુ ન થતા પોલીસે બે ટીયર ગેસ છોડવા ની ફરજ પડી હતી. કમાણા ગામે થયેલા જૂથ અથડામણ મા એક પીવાના પાણીના ટાંકા ને તોડી પાણીના નળ તોડી દેવામાં આવ્યા હતા.અને ગામમાં એક બાઈક ને પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડવામા આવ્યું હતું. આ અંગે ડીવાયએસપી દિનેશ સિંહ ચૌહાણ જણાવ્યું કેકમાણા ગામે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી.જૂથ અથડામણ મા સામસામે પથ્થર મારો થયો હતો.સામાન્ય બાઈક નો હોર્ન મારવા મામલે બે જુથ વચ્ચે મારામારી થઈ હતી.બોલાચાલી મા ઉગ્રતા ધારણ કરી અહીંયા સમાજની વાળી મા નુકસાન થયું છે અને એક મોટર સાયકલમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસને જાણ થતા ગામમાં દોડી આવી અસામાજિક તત્વોને કોમ્બિંગ કરી રાઉન્ડઅપ કરવાની તજવીજ આદરી છે. પોલીસે 7 ઈસમો ને રાઉન્ડ અપ કર્યા છે.બનાવમાં 3 લોકોને ઇજા થવા પામી છે.અને એમની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.અમે વિડિઓ ગ્રાફી કરી છે અને cctv આધારે આરોપીઓ ને વેરીફાઈ કરી કાર્યવાહી હાથ ધરી છે.ટોળું મોટું હતું એને વિખેરવા બે ટીયર ગેસ છોડ્યા છે.