back to top
Homeગુજરાતત્રણ દિવસમાં 108ને 437 કોલ મળ્યા:ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ત્રણ દિવસમાં...

ત્રણ દિવસમાં 108ને 437 કોલ મળ્યા:ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ત્રણ દિવસમાં કુલ 437 કેસો નોંધાયા, સૌથી વધુ માર્ગ અકસ્માતના 110 અને દાઝવાના 07 કેસ મળ્યા

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવામાં 19 એમ્બ્યુલન્સના 85 કર્મીઓ ખડે પગે રહીને કુલ 437 જેટલા કેસો નોંધાયા હતા.જેમાં સૌથી વધુ માર્ગ અકસ્માત 110 કેસો નોંધાયા હતા. 108 એમ્બ્યુલન્સ હંમેશા લોકોની સેવામાં ખડે પગે
દિવાળી હોય અન્ય સમય પરતું તહેવારોમાં જિલ્લાઓમાં ઇમરજન્સી અને આરોગ્યના કેસોમાં વધારો જોવા મળતો હોય છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં સેવા આપતી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવામાં હંમેશા ખડે પગે રહીને ઈમરજન્સીમાં લોકોને મદદરૂપ થાય છે.આવી જ રીતે દિવાળીના તહેવારોમાં પણ સામાન્ય દિવસોમાં એક દિવસના આશરે 90 જેટલા કેસો નોંધાતા હોય છે જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ 100 જેટલા કેસો એટલે કે 11% જેટલા વધારો,નવા વર્ષના દિવસે 105 જેટલા કેસો એટલે કે 16% જેટલો વધારો તથા ભાઈબીજના દિવસે 106 કેસ એટલે કે 17% જેટલો કેસોમાં વધારો નોંધાય એવું અનુમાન કરવામાં આવ્યુ છે. જિલ્લામાં નવાવર્ષે સોથી વધુ 117 કેસો નોંધાયા
​​​​​​​દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને ભરૂચ 108 ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જિલ્લાની 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 90 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં માટેનું આયોજન કર્યું હતું.દિવાળીના દિવસોમા જિલ્લામાં કુલ 437 કેસો નોંધાયા હતા.જેમાં 31મી ઓકટોબર દિવાળી ના દિવસે 111 કેસ,1લી નવેમ્બરના રોજ 106 કેસ,2જી નવેમ્બર નવાવર્ષના દિવસે 117 કેસ અને 3 જી નવેમ્બર ભાઈબીજના દિવસે 105 કેસો નોંધાયા હતા.જેમાં મારામારી 19,માર્ગ અકસ્માતના 110 અને દાઝવાના 07 કેસો નોંધાયા હતા.જેમાં અંદાજીત 90 જેટલા કર્મીઓએ પોતાની ફરજ નિભાવી પ્રિ ટ્રીટમેન્ટ આપીને દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments