back to top
Homeભારતદરેક પ્રાઇવેટ પ્રોપર્ટી પર સરકારનો અધિકાર નથી:સરકાર તેના પર કબજો કરી શકશે...

દરેક પ્રાઇવેટ પ્રોપર્ટી પર સરકારનો અધિકાર નથી:સરકાર તેના પર કબજો કરી શકશે નહીં, સુપ્રીમ કોર્ટે 46 વર્ષ જૂના નિર્ણયને પલટ્યો

શું સરકાર સામાન્ય લોકોની ભલાઈ માટે અંગત સંપત્તિ પોતાના હસ્તગત કરી શકે છે? આ મામલે સુપ્રીમ કોર્ટની 9 જજની બેન્ચે મંગળવારે બહુમતથી નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક અંગત સંપત્તિને સામુદાયિક સંપત્તિ કહી શકાય નહીં. થોડાં ખાસ સંસાધનોને જ સરકાર સામુદાયિક સંસાધન માનીને તેનો ઉપયોગ જાહેર હિતમાં કરી શકે છે. CJI ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં 9 જજની બેન્ચમાંથી 7 જજે આ નિર્ણયને સમર્થન આપ્યું. સુપ્રીમ કોર્ટે 1978 પછી જસ્ટિસ કૃષ્ણ અય્યરના નિર્ણયને પલટી દીધો, જેમાં કહેવામાં આવ્યું હતું કે બધી પ્રાઇવેટ પ્રોપર્ટીને રાજ્ય દ્વારા હસ્તગત કરી શકાય છે. કોર્ટે કહ્યું કે જૂનો નિર્ણય ખાસ આર્થિક, સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર તે સંસાધનો પર દાવો કરી શકે છે જે ભૌતિક છે અને જાહેર ભલાઈ માટે સમુદાય પાસે છે. નિર્ણય પર સુપ્રીમ કોર્ટની 4 દલીલો 16 અરજીઓ પર સુનવણી બેન્ચ 16 અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં 1992માં મુંબઈ સ્થિત પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન (POA) દ્વારા દાખલ કરવામાં આવેલી મુખ્ય અરજીનો સમાવેશ થાય છે. POAએ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ એક્ટ (MHADA) એક્ટના પ્રકરણ VIII-A નો વિરોધ કર્યો છે. 1986માં ઉમેરાયેલ આ પ્રકરણ રાજ્ય સરકારને જર્જરિત ઇમારતો અને તેમની જમીન સંપાદિત કરવાની સત્તા આપે છે જો તેના 70% માલિકો વિનંતી કરે છે. આ સુધારાને પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન દ્વારા પડકારવામાં આવ્યો છે. બેન્ચમાં 9 જજો સામેલ છે બેંચમાં CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ બીવી નાગરથના, જસ્ટિસ સુધાંશુ ધૂલિયા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહનો સમાવેશ થાય છે. એટર્ની જનરલ આર વેંકટરામણી અને તુષાર મહેતા સહિત અનેક વકીલોની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે છ મહિના પહેલા ચુકાદો અનામત રાખ્યો હતો. વાંચો સુપ્રીમ કોર્ટના અન્ય મોટા નિર્ણયો મદરેસાઓ બંધ કરવાના આદેશ પર સુપ્રીમ કોર્ટની રોક:બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓનું સરકારી શાળાઓમાં ટ્રાન્સફર પણ નહીં થાય; કેન્દ્ર-રાજ્ય સરકારોને સૂચના સુપ્રીમ કોર્ટે સોમવારે મદરેસાઓને લઈને બે નિર્ણયો આપ્યા છે. પ્રથમ- સરકારી મદરેસાઓ બંધ કરવાના કેન્દ્ર અને રાજ્ય સરકારોના નિર્ણય પર રોક લગાવવામાં આવી હતી. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ 7 જૂન અને 25 જૂને રાજ્યોને આ સંબંધિત ભલામણો કરી હતી. કેન્દ્રએ આનું સમર્થન કર્યું અને રાજ્યોને આ અંગે પગલાં લેવા જણાવ્યું. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો… SC-ST ક્વોટાની અંદર ક્વોટાની મંજૂરી:સુપ્રીમ કોર્ટે પોતાનો જ નિર્ણય બદલ્યો, કહ્યું- રાજ્યોને અનામતમાં સબ કેટેગરી બનાવવાનો અધિકાર સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં ક્વોટાને મંજૂરી આપી દીધી છે. કોર્ટનું કહેવું છે કે ક્વોટા અસમાનતાની વિરુદ્ધ નથી. સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વચ્ચે સબ કેટેગરી બનાવી શકે છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને અનામતનો વધુ લાભ મળે. કોર્ટે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો છે.આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments