back to top
Homeમનોરંજનવિવાદાસ્પદ ટિપ્પણી પર આસિમ રિયાઝની સ્પષ્ટતા:લહેંગા પહેરેલા અભિષેક કુમાર માટે લખ્યું હતું,-...

વિવાદાસ્પદ ટિપ્પણી પર આસિમ રિયાઝની સ્પષ્ટતા:લહેંગા પહેરેલા અભિષેક કુમાર માટે લખ્યું હતું,- આવી ગયો ઔકાત પર, 10 રૂપિયા છૂટા નથી

‘ખતરોં કે ખિલાડી 14’માં આસિમ રિયાઝ અને અભિષેક કુમાર વચ્ચેની લડાઈ ચર્ચામાં રહી હતી. શો પૂરો થયાના એક મહિના પછી પણ બંને વચ્ચે ચકમક શરૂ છે. હાલમાં જ એક્ટિંગ ક્લાસમાં લહેંગા પહેરેલો અભિષેક કુમારનો ​​​​​​​ વીડિયો વાયરલ થયો હતો. આ પછી એક સ્ક્રીનશોટ પણ વાયરલ થયો હતો, જેમાં આસિમે વીડિયોમાં અભદ્ર ટિપ્પણી કરી હતી. તેની ભારે ટીકા થયા બાદ આસિમે હવે કોમેન્ટ કરનાર એકાઉન્ટને ફેક ગણાવ્યું છે. શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, અભિષેક કુમાર એક્ટર સૌરભ સચદેવના એક્ટિંગ ક્લાસનો એક ભાગ છે. ક્લાસ એક્ટિવિટી દરમિયાન, તમામ વિદ્યાર્થીઓએ વિચિત્ર કપડાં પહેરીને આવવાનું હતું, જેથી તેમનો આત્મવિશ્વાસ વધી શકે. અભિષેક કુમાર લાલ લહેંગા પહેરીને અને લિપસ્ટિક કરીને તે એક્ટિવિટીમાં પહોંચ્યો હતો. હાલમાં જ અભિષેકના લુક પર આસિમ રિયાઝના એકાઉન્ટમાંથી ​​​​​​​ એક કોમેન્ટ કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે, આવી ગયો ઔકાત પર, મારી પાસે 10 રૂપિયાના છૂટા નથી. આસિમની આ ટિપ્પણીનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો, જેના પછી લોકો​​​​​​​​ ​તેની ખૂબ ટીકા કરી રહ્યા હતા. આસિમ રિયાઝે વાયરલ કોમેન્ટ પર સ્પષ્ટતા આપી
​​​​​​​થઈ રહેલી ટીકાઓ વચ્ચે, આસિમ રિયાઝે હવે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં લખ્યું છે કે, ફેક એકાઉન્ટથી સાવધાન રહો, આ મારી કોમેન્ટ નથી. નોંધનીય છે કે, ‘ખતરોં કે ખિલાડી 14’માં આસિમ રિયાઝ અને અભિષેક કુમાર કો-કન્ટેસ્ટેન્ટ હતા. એક ટાસ્ક દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે બંને એકબીજાને મારવા તત્પર થઈ ગયા હતા. જ્યારે રોહિત શેટ્ટીએ આ મામલે દરમિયાનગીરી કરી તો અસીમ રિયાઝે તેની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. બીજી તરફ, એક ટાસ્ક દરમિયાન આસિમે શોના મેકર્સ પર આરોપ લગાવ્યો કે તેઓએ તેને એવું ટાસ્ક આપ્યું છે જે કોઈ પણ પૂર્ણ કરી શકે નહીં. આસિમના વર્તનને કારણે તેને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. શોમાંથી હટાવ્યા બાદ પણ આસિમે શો અને તેના મેકર્સ પર ઘણા આરોપો લગાવ્યા હતા. બીજી તરફ આસિમ અને અભિષેકની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો. આસિમ રિયાઝ ‘બિગ બોસ 13’નો ભાગ બન્યો હતો. આ શોથી તેને દેશભરમાં ઘણી લોકપ્રિયતા મળી હતી. ઘણા મ્યુઝિક વીડિયોમાં દેખાયા પછી, આસિમ ખતરોં કે ખિલાડી 14 નો ભાગ બન્યો. ઉડારિયા એક્ટર અભિષેક કુમાર પણ બિગ બોસ 17નો ભાગ રહી ચૂક્યો છે. આસિમ રિયાઝ અને અભિષેક બંને બિગ બોસની અલગ અલગ સિઝનના રનર્સ અપ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments