કેનેડામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે હવે નવી ‘પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ’ (PGWP) નિયમ લાગુ થઈ ગયા છે. નવા નિયમ 1 નવેમ્બરથી જ લાગુ થયા છે, જેના હેઠળ (PGWP) પ્રોગ્રામમાં થોડો ફેરફાર જોવા મળવાનો છે. કેનેડામાં અભ્યાસ પછી વિદેશી વિદ્યાર્થીઓને કામ કરવા માટે વર્ક પરમિટ મળે છે, જેને (PGWP) હેઠળ જોવામાં આવે છે. ઇમિગ્રેશન, રેફ્યૂજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા(IRCC) હેઠળ કરવામાં આવતા ફેરફારમાં PGWPને લઈને શરતો બદલવામાં આવી છે.. PGWP જાહેર કરતા પહેલાં હવે સૌથી વધારે ભાષા પર ભાર મૂકવામાં આવશે. સાથે જ, જોવામાં આવશે કે વિદ્યાર્થીઓએ કયા વિષયનો અભ્યાસ કર્યો છે. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે, જેથી કેનેડાની પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા સિસ્ટમ ત્યાંના લેબર માર્કેટની જરૂરિયાત પ્રમાણે હોય. જોકે, PGWP પ્રાપ્ત કરવા માટે થોડી જૂના એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં ફેરફાર કરવામાં આવ્યો નથી. ચાલો, વિસ્તારથી સમજીએ કે PGWPને લઈને શું ફેરફાર કરવામાં આવ્યા છે અને કઈ બાબતો પહેલાંની જેમ જ રહેવાની છે. ભાષાને લઈને શું ફેરફારો થયા PGWP માટે અરજી કરતા સમયે અરજી કરનારે ભાષા પર પોતાની મજબૂત પકડને સાબિત કરવી પડશે. કેનેડા સરકાર ઇચ્છે છે કે વિદેશી વિદ્યાર્થીઓ પાસે નોકરી માટે જરૂરી કોમ્યુનિકેશન સ્કિલ હોય. ભાષામાં પકડ સાબિત કરવા માટે સર્ટિફિકેટ બે વર્ષથી વધારે જૂનું હોવું જોઈએ નહીં. અંગ્રેજી ભાષામાં દક્ષતાને CELPIP, IELTS અથવા PTE સ્કોર દ્વારા સાબિત કરી શકાય છે. ફ્રેન્ચ માટે IRCC TEF Canada, TCF Canada અને NCLC સ્કોર હોવો જરૂરી છે. કોર્સ સાથે જોડાયેલી શરતો શું છે? પહેલાં મોટાભાગના કોર્સીસનો અભ્યાસ કરવા પર PGWP મળી જતું હતું. પરંતુ હવે વર્કર્સની ખોટને જોતા થોડાં ખાસ ફિલ્ડ સાથે જોડાયેલા અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે PGWP પ્રાપ્ત કરવું સરળ રહેશે. એગ્રીકલ્ચર એન્ડ એગ્રી ફૂડ્સ, હેલ્થકેર સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ, ટ્રેડ અને ટ્રાન્સપોર્ટ જેવા ફિલ્ડ્સનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે PGWP મેળવવું સરળ રહેશે. કેનેડા સરકારે આવું એટલા માટે કર્યું, જેથી આ સેક્ટરમાં ચાલી રહેલી વર્કર્સની ખોટને દૂર કરી શકાય. એપ્લિકેશન પ્રોસેસ અને પ્રોસેસિંગ શરતોમાં શું ફેરફાર થયો છે? IRCC તરફથી એપ્લિકેશન જમા કરવાની પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ PGWP એપ્લિકેશન ઓનલાઇન જમા કરાવવી પડશે. હવે પોર્ટ ઓફ એન્ટ્રી પર અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે નહીં. જે તે ક્ષેત્રમાં કામ કરવા માટે મેડિકલ પરીક્ષા ફરજિયાત રહેશે. તેમણે PGWP અરજી કર્યાના 90 દિવસ પહેલાં અપફ્રન્ટ મેડિકલ પરીક્ષા પસંદ કરવાનો વિકલ્પ મળશે. વિદ્યાર્થી સ્ટેટસને લઇને ગાઈડલાઇન્સ શું છે? જો કોઈ વિદ્યાર્થીની સ્ટડી પરમિટ PGWP હેઠળ અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓએ વર્ક પરમિટ માટે અલગથી અરજી કરવાની રહેશે. તેના માટે પણ બે વર્ષ સુધીનો ઈંગ્લિશ લેંગ્વેન્જ પ્રોફિશિયન્સી સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. જો વર્ક પરમિટ પહેલાં સ્ટુડન્ટ વિઝા એક્સપાયર થઈ જાય તો વિદ્યાર્થીને અરજી કરવા 90 દિવસનો સમય મળશે. જો કે, તેને માટે PGWP અરજી અને ફી બંને જમા કરાવવી પડશે. PGWPને લઈને શું ફેરફાર થયા નથી? ભલે PGWPને લઈને અનેક બાબતો બદલાઈ ગઈ હોય, પરંતુ થોડી મહત્ત્વપૂર્ણ શરતોમાં કોઈ ફેરફાર થયો નથી. જનરલ એલિજિબિલિટી અને ફિઝિકલ લોકેશન ક્રાઇટેરિયા હજુ પણ છે. વિદ્યાર્થીને PGWP પ્રાપ્ત કરવા માટે કોઈ ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂશનમાં અભ્યાસ કરવો પડશે. આ નિયમ બધા વિદ્યાર્થીઓ ઉપર લાગુ થાય છે. એવામાં જો તમે પણ કેનેડામાં અભ્યાસ કરવાના છો, તો તમારે પણ આ નિયમો વિશે જાણી લેવું જોઈએ.