શૈક્ષણિક વર્ષ 2024-24 માટે મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે ચોથા ઓનલાઇન રાઉન્ડની એલોટમેંટ અને રીપેરીંગ માટે 30 ઓકટોબરથી 5 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું હતું જેમાં 212 બેઠકો પર પ્રવેશ મેરીટ પ્રમાણે આપવા આવ્યો હતો. MBBSની 60 બેઠકો અને BDSની 152 બેઠકો પર પ્રવેશ એલોટ કરવામાં આવ્યો હતો. MBBSની 16 અને BDSની 48 બેઠકો ખાલી રહી છે. વર્ષ 2024-25 માટે નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના પેરમેડીકલ કોર્સમાં પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડમાં સરકારી કોલેજની ચોઇઝ ફિલિંગ 27 ઓકટોબર રાખવામાં આવી હતી પરંતુ નર્સિંગ કાઉન્સિલના 28 ઓકટોબરના પત્ર મુજબ તમામ નર્સિંગ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.હવે તમામ સરકારી અને ખાનગી કોલેજમાં ચોઇઝ ફિલિંગની તારીખ 6 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિની વેબસાઈટ WWW.MEDAMGUJARAT.ORG પરથી વધુ માહિતી મેળવી શકશે.