back to top
Homeમનોરંજન'મને લાગ્યું કે મારો અંત આવી ગયો':મનીષા કોઈરાલાને યાદ આવી કેન્સરની પીડા,...

‘મને લાગ્યું કે મારો અંત આવી ગયો’:મનીષા કોઈરાલાને યાદ આવી કેન્સરની પીડા, પ્રિન્સેસ ઑફ વેલ્સ’ને પત્ર લખી અગ્નિપરીક્ષાની કરી વાત

અભિનેત્રી મનીષા કોઈરાલાએ તાજેતરમાં જ તેના જીવનના એ મુશ્કેલ સમયને યાદ કર્યો જ્યારે તે કેન્સરથી પીડાઈ રહી હતી. મનીષા કોઈરાલાને 2012માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. અભિનેત્રીએ તે વખતે વેઠેલી શારીરિક અને માનસિક પીડા પર હવે પોતાનું મૌન તોડ્યું છે. મનીષાએ તેની યુકે ટ્રીપ દરમિયાન કેન્સર ચેરિટીની લંડન ઓફિસની મુલાકાત લીધી, જ્યાં તે કેન્સરના દર્દીઓને મળી અને તેનાથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે ચેરિટીના પ્રયાસો વિશે જાણ્યું. અભિનેત્રીએ કહ્યું, ‘હું મારા અવાજનો ઉપયોગ માત્ર કેન્સરના દર્દીઓને સમર્થન આપવા માટે જ નહીં, પરંતુ મારા જેવા તબીબી સેવાઓની જરૂરિયાત વાળા અને કેન્સરના ચિહ્નો અને લક્ષણોને જાણવાના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માંગુ છું. હું પોતે કેન્સરનો સામનો કરી રહી છું, હું જાણું છું કે આ લડાઈ કેટલી અલગ અને પડકારજનક હોય છે. હું માનું છું કે આપણે બધા બીજાઓ માટે પરિવર્તન લાવવા પહેલ કરીએ તે મહત્ત્વપૂર્ણ છે.’ મનીષાએ ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી
અભિનેત્રીએ પ્રિન્સેસ ઓફ વેલ્સ સાથે થયેલા પત્રવ્યવહાર વિશે પણ વાત કરી હતી. IANSના અહેવાલ મુજબ, તેણે કહ્યું, ‘હું પ્રિન્સેસ ઓફ વેલ્સનો સંપર્ક કરવા માંગતી હતી, ખાસ કરીને મારા અનુભવોને કારણે. હું તેમના તરફથી ઉષ્માભર્યો પ્રતિસાદ મેળતાં હું ખૂબ જ ખુશ થઈ હું પણ તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું.’ માતાએ ડોક્ટરને રુદ્રાક્ષની માળા આપી હતી
મનીષાએ ન્યૂયોર્કમાં 5-6 મહિના સુધી સારવાર કરાવી હતી. તેણે કહ્યું, ‘મારી માતાએ મહામૃત્યુંજય પૂજા પછી નેપાળથી રુદ્રાક્ષની માળા લીધી હતી. તેને સારવાર દરમિયાન ડોક્ટરને પોતાની સાથે રાખવા માટે આપી હતી. ખબર નથી કે તેઓએ તેને કેવી રીતે સાથે રાખી. 11 કલાક પછી ડોક્ટરોએ કહ્યું કે રુદ્રાક્ષની માળાએ ચમત્કાર કર્યો છે. ડોક્ટરે હિંમત આપી હતી
મનીષાએ કહ્યું, ‘કેમોની પણ મારા પર સકારાત્મક અસર થવા લાગી. તેણે મને પંજાબી-અમેરિકન ડૉક્ટર વિકી મક્કર સાથે પરિચય કરાવ્યો. તેમણે મારી સારવાર શરૂ કરી અને મને ઘણી હિંમત આપી. ઘણી વખત એવું થયું કે હું ભાંગી પડીશ. મેં જે જોયું તે અંધકાર, નિરાશા, પીડા અને ભય હતાં. તે કહેતી રહેતી હતી મનીષા, તું સાજી થઈ રહી છે. દવાઓ તારા પર અસર કરી રહી છે. મનીષાએ ‘હીરામંડી’થી કમબેક કર્યું
કામની વાત કરીએ તો, મનીષા કોઈરાલાએ આ વર્ષે સંજય લીલા ભણસાલી નિર્દેશિત સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ સાથે અભિનયમાં કમબેક કર્યું છે, જેમાં તેણે મલ્લિકાજનની ભૂમિકા ભજવી હતી. આ પીરિયડ ડ્રામા માટે કોઈરાલા અને સંજય લીલા ભણસાલી 28 વર્ષ પછી ફરી સાથે આવ્યા હતા. અગાઉ, તેણે નેટફ્લિક્સ પ્રોડક્શનની ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ’માં પણ કામ કર્યું હતું અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘સંજુ’માં નરગીસની ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments