back to top
Homeમનોરંજનએક્સ ગર્લફ્રેન્ડ સોમીએ લગાવ્યો સલમાન પર મારપીટનો આરોપ:કહ્યું- સલમાનને ડર હતો, હું...

એક્સ ગર્લફ્રેન્ડ સોમીએ લગાવ્યો સલમાન પર મારપીટનો આરોપ:કહ્યું- સલમાનને ડર હતો, હું ઇન્ડસ્ટ્રીમાં રહીશ તેની હકીકત બહાર આવી જશે, મને જાણીજોઈને બોલિવૂડથી દુર કરી

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી સોશિયલ મીડિયા અને મીડિયા ઈન્ટરવ્યુ દ્વારા સતત તેના પર આરોપ લગાવી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ કહ્યું હતું કે તેમના સંબંધો દરમિયાન સલમાન ખાન દરરોજ તેને મારતો હતો. તેમજ અભિનેત્રીએ કહ્યું છે કે તે બોલિવૂડમાં કમબેક કરવા માંગતી હતી, પરંતુ સલમાનને ડર હતો કે તેનું સત્ય બહાર આવશે. તાજેતરમાં જ સોમી અલીએ રેડિટ પર આસ્ક મી એનિથિંગ સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તેને સલમાન અને તેની કારકિર્દીને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એક યુઝરે તેને પૂછ્યું કે તેણે બોલિવૂડ કેમ છોડ્યું. તેના જવાબમાં સોમીએ લખ્યું કે, હું સલમાનના એક રાત નહીં પરંતુ 8 જેટલા વન નાઈટ સ્ટેન્ડથી કંટાળી ગઈ હતી. મેં ઇન્ડસ્ટ્રી છોડી દીધી કારણ કે મારો બોયફ્રેન્ડ એશ નામની છોકરી સાથે હતો. હું તેના 8 નાઇટ સ્ટેન્ડથી કંટાળી ગઈ હતી. મેં મારો અભ્યાસ પણ પૂરો કર્યો હતો. આ સેશનમાં સોમીને પૂછવામાં આવ્યું કે શું તે ક્યારેય બોલિવૂડમાં પરત ફરશે? આના પર સોમીએ કહ્યું કે, મારો ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ મારા એક્સ બોયફ્રેન્ડે મને બ્લોક કરી દીધી હતી કારણ કે તેને ડર હતો કે હું તેને એક્સપોઝ કરીશ અને લોકોને ખબર પડશે કે તે ખરેખર શું છે. સોમીને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનો પસ્તાવો થાય છે. તેના પર સોમીએ કહ્યું, હા, મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. મને મુંબઈમાં બે ફિલ્મો માટે પૈસા પણ આપવામાં આવ્યા હતા, પરંતુ સલમાનને તેની જાણ થઈ અને મારે પૈસા પરત કરવા પડ્યા. તેણે મારા તમામ મિત્રો અને બોલિવૂડમાં જેને હું ઓળખતી હોઉં તેને મારો સંપર્ક કરવાનું બંધ કરવા કહ્યું. સોમી સલમાનની ફેન હતી, તેના ક્રશ માટે ફ્લોરિડાથી ભારત આવી હતી
1975માં પાકિસ્તાનમાં જન્મેલી સોમી અલીનો ઉછેર વિદેશમાં થયો હતો. 15 વર્ષની ઉંમરે સોમી ફ્લોરિડામાં રહેતી હતી. બોલિવૂડ ફિલ્મો જોતી વખતે સલમાન એટલો પસંદ હતો કે તે માત્ર 15 વર્ષની ઉંમરે તેના માટે ફ્લોરિડાથી ભારત આવી હતી. સલમાન સાથેની નિકટતા વધારવા માટે સોમી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાઈ હતી. યોગાનુયોગ, ફિલ્મોમાં કામ કરતી વખતે સોમી અને સલમાન ખાન 1991માં રિલેશનશિપમાં આવી ગયા હતા. બંને લગભગ 8 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા, જો કે, ઐશ્વર્યા સાથે સલમાનની વધતી નિકટતાને કારણે તેઓ અલગ થઈ ગયા. 1999માં સલમાન સાથેના બ્રેકઅપ બાદ સોમી ફ્લોરિડા પરત ફરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments