back to top
Homeગુજરાતયુવતીના આપઘાત મામલે તપાસ:લિવઈન પાર્ટનરે આરોપો મુકી ઝઘડો કરતા યુવતીએ મોત વ્હાલુ...

યુવતીના આપઘાત મામલે તપાસ:લિવઈન પાર્ટનરે આરોપો મુકી ઝઘડો કરતા યુવતીએ મોત વ્હાલુ કર્યું; માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કરી લીધો

વડોદરા જિલ્લના વરણામા પોલીસ મથક વિસ્તારમાં ભાડે રહેતી અને ડોગ રેસ્ક્યૂનું કામ કરતી યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં આશરે દસ દિવસ બાદ આરોપી લિવઈન પાર્ટનર સામે જ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી દ્વારા મૃતક પર ઇચ્છાનુસાર આરોપો મુકીને ઝઘડો કરવામાં આવતો હતો. આખરે ત્રસ્ત યુવતીએ મોત વ્હાલું કર્યું હતું. લિવઈન પાર્ટનર અતુલ ચંદુભાઈ રાજ સહમત ન હતો
આ બનાવ અંગે જિલ્લાના વરણામાં પોલીસ મથકમાં મૃતકના બહેન સ્નેહલબેન સુરજકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની બહેન શર્મિષ્ઠાબેન દિનેશભાઈ તડવી અને અતુલ ચંદુભાઈ રાજ (રહે. રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, સોમા તળાવ, વડોદરા) લિવઈન રિલેશનશીપમાં રહેતા હતા. શર્મિષ્ઠાબેન ડોગ રેસ્ક્યૂનું કામ કરતા હતા અને તેઓ કલ્પના જીવ આશ્રય નામથી ડોગ રેસ્ક્યૂની એનજીઓનું રજિસ્ટ્રેશન કરાવવા માગતા હતા. પરંતુ તેઓની આ વાતથી તેમનો લિવઈન પાર્ટનર અતુલ ચંદુભાઈ રાજ સહમત ન હતો. અન્ય વ્યક્તિઓ સાથે આડાસંબંધ હોવાનો આરોપ મુકતો હતો
છેલ્લા બે માસથી શર્મિષ્ઠાબેન સાથે સંસ્થાનું રજિસ્ટ્રેશન નહીં કરાવવા માટે અતુલ ચંદુભાઈ રાજ દ્વારા ઝઘડો કરવામાં આવતો હતો. આ સાથે જ તે શર્મિષ્ઠાબેનને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. આટલેથી નહીં અટકતા અતુલ ચંદુભાઈ રાજ પોતાનું કહ્યું થાય અને શર્મિષ્ઠાબેનને દબાણમાં લાવવા માટે તેના પર અન્ય વ્યક્તિઓ સાથે આડાસંબંધ હોવાનો આરોપ મુકતો હતો અને તે ખોટા વહેમ રાખીને શર્મિષ્ઠાબેન સાથે ઝઘડો કરતો હતો. સિલિંગ ફેન પર ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું ​​​​​​​
ગત, 24 ઓક્ટોબરના રોજ બંને વચ્ચે ફોન પર મોટો ઝઘડો થયો હતો. જેમાં અતુલ રાજે શર્મિષ્ઠાબેનને ફોન પર ગંદી ગાળો બોલીને આડાસંબંધો અંગે આરોપ મુકીને ભયંકર માનસિક ત્રાસ આપ્યો હતો. આ ત્રાસથી કંટાળી જઈને શર્મિષ્ઠાબેને ઘરના સિલિંગ ફેન પર ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું, જે બાદ તેમને મૃતદેહ પરિવારને મળ્યો હતો. આ મામલે આખરે અતુલ ચંદુભાઈ રાજ (રહે. રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, સોમા તળાવ, વડોદરા) સામે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી વિગતો અનુસાર આરોપીના પિતા નિવૃત્ત પોલીસકર્મી હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે. હવે આ મામલે કેટલા સમયમાં પોલીસ આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું. આ મામલાની તપાસ વરણામા પોલીસ મથકના પીએસઆઇ એન.જી. રાઠવાને સોંપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments