‘માનવ સેવા એ જ પ્રભુસેવા’ એ મંત્રને સાર્થક કરી ગુજરાત સરકારનાં સેવાભાવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલોની સેવા માટે 51,000નું અનુદાન કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખ્ખનીય છે કે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના નિ:સંતાન વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા નિ:સંતાન વૃધ્ધો/વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ લેવામાં આવતો નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં હાલ 660 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે તેમાંથી 200 વડીલો પથારીવશ (ડાઈપર વાળા) છે. 30 એકરની જગ્યામાં 5000 વડીલો સમાઈ શકે તે માટે 300 કરોડનાં માતબર ખર્ચે 1400 રૂમ યુક્ત સદભાવના વૃદ્ધાશ્રમ રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે.