ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની ,નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની વડોદરા જીલ્લામા બે રોજગાર કચેરીઓ આવેલ છે. જેમા ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, તરસાલી ખાતે આવેલ છે, જ્યારે ટેક્નિકલ ગ્રેજ્યુએટ કે માસ્ટર કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુ.ઈ.બી) કચેરી,ચમેલી બાગ ,એમ એસ યુ કેમ્પસ ખાતે આવેલ છે. આ બંને રોજગાર કચેરી દ્વારા કંપની (સંસ્થા)કે નોકરીદાતા અને રોજગાર વાંચ્છુની રોજગારીની જરૂરિયાત પૂર્ણ કરવા અનુબંધમ અને એનસીએસ પોર્ટલ મારફતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજવાનુ સેતુરૂપ કાર્ય કરવામા આવે છે, તેમજ રોજગાર અને સ્વરોજગારલક્ષી તેમજ વિદેશમાં શિક્ષણ અને રોજગારી માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે માહિતી અને માર્ગદર્શન આપવાનું તેમજ રોજગારી, તાલીમ તેમજ એપ્રેન્ટીસ મેળવવા માટે ઓનલાઈન નામ નોંધણી તેમજ કરિયર કાઉન્સેલિંગ કાર્ય કરે છે. 10 જેટલા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળા યોજાશે
નવેમ્બર માસ દરમિયાન બંને રોજગાર કચેરી દ્વારા વડોદરા જિલ્લાના એમ્પ્લોયર કંપની કે સંસ્થા (નોકરીદાતા)ને યોગ્ય સ્થાનિક ઉમેદવારો (માનવબળ)મળે અને અભ્યાસ કરેલ જોબસીકર (ઉમેદવારો)ને જિલ્લામાં લાયકાત મુજબની રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે રોજગાર કચેરી ખાતે અને તાલુકા મથકો પર કુલ 10 જેટલા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળા નીચે મુજબની તારીખે યોજવામા આવશે. જેમાં તા.૦૮/૧૧/૨૦૨૪, તા.૧૨/૧૧/૨૦૨૪, તા.૧૩/૧૧/૨૦૨૪, તા.૧૪/૧૧/૨૦૨૪, તા.૧૯/૧૧/૨૦૨૪, તા.૨૧/૧૧/૨૦૨૪, તા.૨૨/૧૧/૨૦૨૪, તા.૨૬/૧૧/૨૦૨૪, તા.૨૮/૧૧/૨૦૨૪, તા.૨૯/૧૧/૨૦૨૪ના દિવસે મેળા યોજાશે પોસ્ટ કરીને એપ્લાય કરીને ફ્રીમા રોજગાર સેવાનો લાભ લઈ શકાશે
આગામી યોજાનાર રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળાનુ સ્થળ, સમય અને તારીખ,તેમજ કેવા પ્રકારની વેકન્સી છે તેમજ ભરતી મેળામાં ભાગ લેનાર નોકરીદાતાની વિગતો જોવા માટે અનુબંધમ પોર્ટલ (www.anubandham.gujarat.gov.in) અને એનસીએસ પોર્ટલ www.ncs.gov.in પર ફ્રીમા રજિસ્ટ્રેશન અને લોગઈન કરીને અપકમિંગ જોબફેરની વિગતો મેળવી શકાશે. તેમજ બંને પોર્ટલ પર સરકારી અને ખાનગી ક્ષેત્રના નોકરીદાતા (સંસ્થા /એકમો) અને તમામ ટેક્નિકલ અને નોન ટેક્નિકલ લાયકાતના અનુભવી અને બિન અનુભવી ઉમેદવારો ભરતી મેળામાં ઓનલાઈન અને ઓફલાઈન પાર્ટીસીપેટ થઈને તેમજ ઓનલાઈન જોબ પોસ્ટ કરીને એપ્લાય કરીને ફ્રીમા રોજગાર સેવાનો લાભ લઈ શકશે. વધારે માહિતી માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી, તેમજ યુઈબી, ચમેલી બાગ,યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમા,કમાટીબાગની સામે વડોદરાનો રૂબરૂ સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.