મહેસાણા પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમે ચોરીના કેસમાં છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીને બાતમી આધારે મહેસાણામાં આવેલા ગુરુદ્વારા પાસેથી દબોચી લીધો છે.આરોપી છેલ્લા 6 વર્ષથી પોલીસને હાથતાળી આપી ફરાર થયો હતો. મહેસાણા શહેરમા ગુરુદ્વારા પાછળ આવેલા લોકો કોલોની છાપરામા રહેતા શખ્સ સામે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસમાં છ વર્ષ અગાઉ ચોરી અંગે ગુન્હો નોંધાયો હતો.જે કેસમાં મહેસાણા પેરોલ ફ્લો ટીમના ASI નરેન્દ્ર સિંહ થતા હે.કો પ્રકાશ ભાઈ ને આરોપી અંગે બાતમી મળી હતી કે, આરોપી હાલમાં મહેસાણાના ગુરુદ્વારા પાસે ગોળ ગળા વાળી આખી બાયની કાળા કલરની ટી શર્ટ પહેરી ઉભો છે. બાતમી આધારે પેરોલ ફ્લો ટિમ ગુરુદ્વારા પાસે આવી પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.અને તેણે ઝડપી મહેસાણા સહેર બી ડિવિઝન પોલીસમાં નોંધ કરાવી વધુ તપાસ આદરી છે.આરોપી એ જ્યારે ચોરી કરી ત્યારે તેની ઉમર 16 વર્ષની હતી.જ્યારે પોલીસે 6 વર્ષ બાદ ઝડપ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષ હોવાનું સામે આવ્યું છે.