સુરતમાં વધુ એક આગની ઘટના બની છે. શહેરના ફોર્ચ્યુન મોલમાં આગ લાગી હતી. મોલમાં આવેલા અમૃતયા સ્પા એન્ડ જીમમાં આગને પગલે 2 મહિલાના મોત થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે.