વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુની ‘સિરિઝ સિટાડેલ હની બન્ની’ રિલીઝ થઈ ગઈ છે. આ સીરિઝ જોયા બાદ દર્શકો હવે સોશિયલ મીડિયા પર પોતાના રિવ્યૂ આપી રહ્યા છે. આ શોમાં વરુણ અને સામંથાના હોટ સીન અને એક્ટરનો થોડો નગ્ન સીન છે. આ સીનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એક ફેને વરુણને આ અંગે કમેન્ટ પણ કરી હતી, જેનો વરુણે પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો હતો. વરુણના ન્યૂડ સીન પર ફેનના રિએક્શન
એક પ્રશંસકે લખ્યું કે ‘સિટાડેલ હની બન્નીના 3’ એપિસોડ જોયા અને હજુ પણ તેનો આનંદ માણી રહ્યો છું. વરુણ ધવન સોલિડ લાગે છે અને સામંથા કિલિંગ દેખાય છે. મને વરુણ માટે ખરાબ લાગે છે, ભાઈ. દરેક દિગ્દર્શક તેને નગ્ન બતાવવા માગે છે. વરુણનો જવાબ
તેના જવાબમાં વરુણે કહ્યું, ‘હું આખા શો દરમિયાન કપડાં પહેરું છું, તે પણ જુઓ.’ જ્યારે એકે ટ્વિટ કર્યું હતું કે, ‘ભેડિયા’ અને ‘સિટાડેલ’ પછી વરુણ ધવન હવે તને ન્યૂડ નથી જોવો ભાઈ.’ જ્યારે એકે લખ્યું કે ‘વરુણ ભાઈ, તમને નેકેડ જોવામાં અમને કોઈ વાંધો નથી.’ ‘સિટાડેલ હની બન્ની’ વિશે વાત કરીએ તો, તે હોલિવૂડ શો સિટાડેલની પ્રિક્વલ છે જે વર્ષ- 2023માં આવી હતી. હોલીવુડ વાળી ‘સિટાડેલ’માં પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે આ સિરીઝમાં વરુણ અને સામંથા બન્ની અને હની નામના જાસૂસોની ભૂમિકામાં છે. બંને પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જીવનમાં પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.