back to top
Homeમનોરંજનફિલ્મ 'નામ'ને રિલીઝ થવામાં લાગ્યા 10 વર્ષ!:એક્શનથી ભરપૂર ફિલ્મનું ટ્રેલર, અજય દેવગનનો...

ફિલ્મ ‘નામ’ને રિલીઝ થવામાં લાગ્યા 10 વર્ષ!:એક્શનથી ભરપૂર ફિલ્મનું ટ્રેલર, અજય દેવગનનો જૂનો અવતાર; 22 નવેમ્બર થિએટરમાં મચાવશે ધૂમ

‘સિંઘમ અગેન’ પછી અજય દેવગન તેની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘નામ’ લઈને આવી રહ્યો છે. તેનું ડાયરેકશન અનીસ બઝમીએ કર્યું છે. ‘દીવાનગી’, ‘પ્યાર તો હોના હી થા’ અને ‘હલચલ’ પછી આ બંનેની એકસાથે ચોથી ફિલ્મ છે. ઈન્ટ્રસ્ટિંગ વાત એ છે કે, તેનું શૂટિંગ વર્ષ 2014માં થયું હતું, પરંતુ ફિલ્મના એક પ્રોડ્યુસરના મૃત્યુને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહતી. અજય દેખાશે જૂના અવતારમાં
રૂંગટા એન્ટરટેઈનમેન્ટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અજય દેવગનની ફિલ્મ ‘નામ’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં અજય બદલો લેવાની સ્ટાઈલમાં એક્શન લેતો જોઈ શકાય છે. સ્ટોરી એક માણસની આસપાસ ફરે છે, એટલે કે અજય દેવગન દ્વારા ભજવવામાં આવેલ પાત્ર, જે તેની યાદશક્તિ ગુમાવ્યા પછી તેની ઓળખ ફરીથી કરવા માટે જર્ની પર નીકળે છે. રહસ્યો શોધતી વખતે અજયનું પાત્ર તેના ભૂતકાળ સાથે પણ નીપટે છે. ફિલ્મના ટ્રેલરની ઝલક
ટ્રેલર શેર કરતી વખતે, મેકર્સે કેપ્શનમાં લખ્યું, ‘દમદાર એક્શન અને અનફર્ગેટેબલ ડ્રામાનો યુગ ફરી જીવંત થશે. ‘નામ’નું ટ્રેલર, જેમાં અજય દેવગનની ભૂમિકા છે જે યાદ અપાવે છે કે શા માટે આપણે બધા તેના ચાહકો છીએ. ‘નામ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મૂવીની સ્ટાર કાસ્ટ
અજય ઉપરાંત ‘નામ’માં સમીરા રેડ્ડી, ભૂમિકા ચાવલા અને રાહુલ દેવ પણ છે, જેઓ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. સ્નિગ્ધા મૂવીઝ સાથે મળીને રૂંગટા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, ‘નામ’ એક્શનથી ભરપૂર સિનેમેટિક ફિલ્મ છે. હિમેશ રેશમિયા અને સાજિદ વાજિદે સંગીત આપ્યું છે, જે ફિલ્મની ભાવનાત્મક અને નાટકીય ક્ષણોને ઉજાગર કરે છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
‘નામ’ અજય દેવગન અને દિગ્દર્શક અનીસ બઝમીની ચોથી ફિલ્મ છે. આ પહેલા તેમની સફળ ફિલ્મો સાયકોલોજીકલ થ્રિલર ‘દીવાંગી’, રોમેન્ટિક ડ્રામા ‘પ્યાર તો હોના હી થા’ અને એક્શનથી ભરપૂર ‘હલચલ’ હતી. આ ફિલ્મનું શૂટિંગ સ્વિટ્ઝર્લેન્ડ અને મુંબઈમાં કરવામાં આવ્યું છે અને તે 22 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments