રિલાયન્સ ક્રિકેટ મેદાન ખાતે રમાઈ રહેલી અંડર -19 કૂચ બિહાર ટ્રોફીની ચાર દિવસની મેચના બીજા દિવસે કર્ણાટકના 127 રનના જવાબમાં વડોદરાની ટીમે ચાર વિકેટે 518 રન નોંધાવ્યા હતા જો કે વડોદરા વતી બંને ઓપનરો નિત્ય પંડયા અને સ્મીત રાઠવાએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં 419 રન ઉમેરીને કૂચ બિહારમાં બીજા નંબરની સૌથી મોટી ભાગીદારી નોંધાવી હતી. નિત્ય પંડયાએ 331 બોલમાં બે છગ્ગા અને 29 ચોગ્ગાની મદદથી 215 રન કર્યા હતા જયારે સ્મીત રાઠવાએ 334 બોલ રમી 30 ચોગ્ગાની મદદથી 215 રન નોંધાવ્યા હતા.દિવસના અંતે વડોદરાના ચાર વિકેટે 518 રન નોંધાયા હતા.કર્ણાટક વતી રાહુલ દ્વવિડના ઓલરાઉન્ડર પુત્ર સમીતે 78 રનમાં એક વિકેટ મેળવી હતી. નિત્ય પંડયા અને સ્મીત રાઠવાએ મેદાનની ચારે તરફ આકર્ષક શોટ રમ્યા હતા.શરૂઆતમાં સાવધાનીથી રમ્યા બાદ બંને બેટધરોએ ખભા ઉંચક્યા હતા અને સ્કોર બોર્ડને ઝડપથી ફરતું કરી દીધું હતું.