back to top
Homeગુજરાતરાજકોટ AIIMS ના ડાયરેક્ટરના રાજીનામાની ચર્ચા તેજ:સી. ડી. એસ. કટોચ રજા પર...

રાજકોટ AIIMS ના ડાયરેક્ટરના રાજીનામાની ચર્ચા તેજ:સી. ડી. એસ. કટોચ રજા પર ઉતરી ગયા, જોધપુર AIIMS ડાયરેક્ટરને ચાર્જ અપાયો

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ જેનું ખાતમુર્હૂત કર્યુ હતું. તે અને સૌરાષ્‍ટ્ર-ગુજરાત તથા રાજકોટ માટે અત્‍યંત મહત્‍વની એવી જામનગર રોડ પર આવેલી રાજકોટ એઇમ્‍સ હાલ સાવ ધણીધોરી વગરની અને રામભરોસે જેવી સ્થિતિમાં આવી ગઇ છે. તાજેતરમાં રાજકોટ એઇમ્‍સના ડાયરેકટર અને કર્નલ ડો. સી.ડી. એસ. કટોચ તથા અન્‍ય 3 સામે એઇમ્‍સના એક મહિલા ડોકટરે રાજકોટ કલેકટર સમક્ષ તથા પોલીસમાં હેરાનગતિ અંગે ફરીયાદો કરતા ભારે વિવાદ સજાર્યો હતો. આ દરમિયાન ડાયરેકટર કટોચે 2 મહિના પહેલા ડાયરેકટર પદેથી રાજીનામુ઼ આપ્‍યુની ચર્ચા છે અને જે મંજુર નહી થતા હાલ તેઓ રજા ઉપર ઉતરી ગયા છે. તેમનો ચાર્જ જોધપૂર એઇમ્‍સના ડાયરેકટર ગોવર્ધન દતપૂરીને સોંપાયો છે.તેઓ ગત રવીવારે આવ્‍યા હતા પરંતુ ફરી દિવાળીની રજા ઉપર અને જોધપુર એઇમ્‍સની કામગીરી સંભાળતા હોય તેઓ પરત ચાલ્‍યા ગયા છે. એઇમ્‍સમાં પ્રમુખપદની જગ્‍યા ખાલી
રાજકોટ એઇમ્‍સમાં હાલ 4 મહત્‍વની જગ્‍યા ખાલી છે. જેમાં પ્રમુખપદની જગ્‍યા ખાલી છે, આ ઉપરાંત ડે. ડાયરેકટર તરીકે અરોરા હતા, તેઓ ફરી આર્મીમાં જતા રહ્યા અને તેઓ હાલ રીટાયર્ડ થઇ ગયા એટલે તે જગ્‍યા ખાલી છે. અરોરાનો ચાર્જ રાજકોટ એઇમ્‍સના ડો. કુલદિપને સોંપાયો છે. આ ઉપરાંત રાજકોટ એઇમ્‍સના એડમીનીસ્‍ટ્રેટીવ ઓફીસર જયદિપસિંહ વાળા પણ જતા રહ્યા છે. રાજકોટ એઇમ્‍સ પ્રમુખ વગર એક વર્ષથી ચાલી રહી છે. ભૂતપૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથિરીયાએ ઓગસ્‍ટ-2023માં પ્રમુખ પદેથી રાજીનામું આપ્‍યુ હતું. રાજકોટ એઇમ્‍સમાં પબ્‍લીક રીલેશન ઓફીસર (PRO) તરીકે હાલ ડો. ઉત્‍સવ પારેખને ચાર્જ સોંપાયો છે. અત્રે એ નોંધનીય છે કે રાજકોટ ઍઇમ્સમાં 4 મહત્વની જગ્યા ખાલી હોય વિકાસને તથા દર્દીઓ બાબતે થોડી બ્રેક લાગી હોવાનું ત્યાંના ડોકટરો ઉમેરી રહ્ના છે. ડોકટર લોબીમાં ભારે ચર્ચા છે, કેન્દ્ર સરકાર તાકિદે આ બાબતે યોગ્ય કરે તે જરૂરી બન્યું છે. ડાયરેક્ટરે જ રાજીનામું આપી દીધાની ચર્ચાથી વિવાદ વધુ વકર્યો
​​​​​​​આ બાબતે AIIMS ડાયરેક્ટર ડૉ. સી. ડી. એસ. કચોટનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ, તેમનો ફોન સતત બિઝી આવી રહ્યો હતો. ગુજરાતની એકમાત્ર AIIMS શરૂઆતના સમયગાળાથી જ સતત વિવાદોમાં આવતી રહી છે. સૌપ્રથમ વલ્લભ કથીરીયાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ એઇમ્સના ડાયરેક્ટર સહિતના સામે મહિલા ડોક્ટરે હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી ત્યારે હવે ખુદ ડાયરેક્ટરે જ રાજીનામું આપી દીધાની ચર્ચાથી વિવાદ વધુ વકર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments