ઉના હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા કર્મીને એક યુવાનનું પાકીટ એટીએમ સહિત જરૂરી ડોક્યુમેન્ટ સાથે મળી આવ્યું હતું. જેથી આ પાકિટના મૂળ માલિકનો સંપર્ક કરી તેમને પોતાનું પાકીટ પરત કરી એક પ્રેરણાદાય કાર્ય કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
ઉના રામનગર ખારા વિસ્તારમા રહેતાં સુનિલભાઈ સોલંકીના પેન્ટના ખીચ્ચામાંથી પાકીટ પડી ગયું હતું. આ પાકિટ હોમગાર્ડના કર્મીને ઉના ત્રિકોણ બાગથી મામલતદાર રોડ પર મળી આવતા હોમગાર્ડ સભ્યએ યુનિટના અધિકારી કૈલેશભાઇ ભટ્ટ તેમજ ક્લાર્ક એચ. એલ. પરમારને જાણ કરતા પાકીટ મળી આવેલ છે તેઓ મેસેજ દરેક ગ્રુપમાં મુકતા મૂળ માલિકનો સંપર્ક કરાયો હતો અને યુવાનની પૂરેપૂરી ખરાઈ કરી પાકીટની અંદર એમના આધારકાર્ડ, પાનકાર્ડ, ડેબિટ કાર્ડ, એ.ટી.એમ. તેમજ રોકડ રકમ સાથે મૂળ માલિકને પરત કર્યું હતું. આમ હોમગાર્ડ સભ્ય અને તેમના ઉચ્ચ અધિકારીએ શ્રેષ્ઠ કામગીરી કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.