વલસાડ શહેર, મોગરવાડી, અબ્રામા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીય સમાજના લોકો વલસાડ ખાતે છઠ પૂજા કરી શકે તે માટે વર્ષોથી મોગરાવાડી મોટા તળાવ ખાતે છઠ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. મોટી.સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો મોગરાવાડી મોટા તળાવ ખાતે છઠ પૂજામાં જોડાતા હોય છે. મોટા તળાવ ખાતે સમી સાંજે ડૂબતા સૂરજની પૂજા કરી ઉતર ભારતીય સમાજના લોકોએ ધન્યતા અનુભવી હતી. વલસાડ જિલ્લામાં આવેલી 5 GIDCઓમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો નોકરી અને કામગીરી કરતા આવ્યા છે. ઉત્તર ભારતમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ ધરાવે છે. વલસાડ શહેરના મોગરાવાડીના મોટા તળાવ ખાતે બિહાર કલ્યાણ પરિષદ વલસાડ દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. મોટા તળાવ ખાતે છઠ પૂજાના ઘાટ ઉપર વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીય સમાજના લોકો મોટી સંખ્યામાં છઠ પૂજા માટે આવતા હોય છે. પારડી ખાતે પાર નદીના કિનારે છઠ પૂજા ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે. પારડી તાલુકામાં રહેતા ઉત્તર ભારતીય સમાજના લોકો પારડી પાર નદી કિનારે છઠ પૂજા ઘાટ ઉપર પૂજા કરવા આવી પહોંચતા હોય છે. વલસાડ જિલ્લાના વાપી ખાતે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો રહે છે. તે માટે દમણગંગા નદીના કિબરે આવેલા છઠ પૂજા ઘાટ ઉપર ઉત્તર ભારતીય સમાજના લોકોએ તેમના પરિવારના સભ્યો સાથે છઠ પૂજાના ઘાટ ઉપર આવીને ગુરુવારે સાંજે ડૂબતા.સૂર્યની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી.