દેશમાં કોર્પોરેટ સેક્ટરની કામગીરી જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મંદ પડી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 694 કંપનીઓનો સંયુક્ત નફો માત્ર 3.6% વધ્યો છે જે છેલ્લા 17 ક્વાર્ટરમાં એટલે કે જૂન 2020 પછીની આ સૌથી ધીમી વૃદ્ધિ છે. ચાલુ વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 15% અને ગયા વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 29% વૃદ્ધિ કરતાં ઘણો ઓછો છે. બેંકો, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઓઇલ-ગેસ કંપનીઓને આ વિશ્લેષણમાં સામેલ કરવામાં આવી નથી કારણ કે આ કંપનીઓ અલગ-અલગ રેવન્યુ મોડલનો ઉપયોગ
કરે છે. વૈશ્વિક સ્તરે સ્લોડાઉનની સ્થિતી, જિયો પોલિટિકલ ઇશ્યુ, મોંઘવારીના કારણે ઉંચા વ્યાજદરો જેવા અનેક કારણો કોર્પોરેટ સેક્ટરના ગ્રોથ પર અસરકર્તા સાબીત થયા છે. કોર્પોરેટ આવકમાં ઘટાડો અને ડેપ્રિસિએશન ખર્ચમાં વધારો થવાને કારણે નફાની ગતિ ધીમી પડી છે. આ સિવાય કંપનીઓના કુલ ખર્ચમાં વધારો થયો છે. અન્ય આવક પણ ધીમી ગતિએ વધી છે. જુલાઈ-સપ્ટેમ્બર સતત છઠ્ઠું ક્વાર્ટર હતું જ્યારે વેચાણ વૃદ્ધિ સિંગલ ડિજિટમાં રહી હતી. અહેવાલ દર્શાવે છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વેચાણ વૃદ્ધિ 8.04% હતી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તે 8.4% હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓપરેટિંગ નફો 22.03% હતો, જે છેલ્લા છ ક્વાર્ટરમાં સૌથી ઓછો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીઓનો કાર્યકારી નફો 23.05%ના દરે વધ્યો છે. એફએમસીજી કંપનીઓ ભાવ વધારી શકે છે-નિષ્ણાતો માને છે કે દૈનિક આવશ્યક ઉત્પાદનો (FMCG)નું ઉત્પાદન કરતી કંપનીઓના પરિણામો અપેક્ષા કરતા ઓછા રહેશે. વેચાણમાં કેટલો સુધારો થયો છે તે તહેવારોની સિઝનના આંકડાઓ દ્વારા સૂચવવામાં આવશે. કાચા માલની વધતી કિંમત કંપનીઓને તેમના ઉત્પાદનોની કિંમતો વધારવા માટે દબાણ કરી શકે છે. જો કંપનીઓ કિંમતોમાં વધારો કરે છે તો તે કંપનીઓને ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બીજા છ મહિનામાં આવકની ગતિ વધારવામાં મદદ કરશે. દરમિયાન ઈ-કોમર્સ અને ઝડપી વાણિજ્યની ઝડપી વૃદ્ધિ સમગ્ર ઉદ્યોગોમાં પરંપરાગત બિઝનેસ વૃદ્ધિને પડકારી રહી છે. ટોચની કંપનીઓની ત્રિમાસિક કામગીરી પર એક નજર