વડાપ્રધાન વય વંદના યોજના હેઠળ 70થી વધુ વયના સિનિયર સિટીઝનને 10 લાખનો મેડિક્લેઈમ ફ્રીમાં અપાઈ રહ્યો છે. મ્યુનિ.ના 85 અર્બન હેલ્થ સેન્ટર પરથી વડીલોને માત્ર આધાર કાર્ડને આધારે વય વંદના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું શરૂ કરી દેવાયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર, 70થી વધુ વયના સિનિયર સિટીઝનને તાત્કાલિક કાર્ડ મળી જાય તે માટે વિશેષ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. વડીલો સરકારી ઉપરાંત શહેરની નિયત કરાયેલી 124 ખાનગી હોસ્પિટલમાં પણ રૂ.10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. જે સિનિયર સિટીઝન ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કાર્ડ બનાવી શકતા નથી તેમને મદદ કરવા માટે અર્બન હેલ્થ સેન્ટર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર હેલ્પડેસ્ક શરૂ કરાયું છે. મતદાર યાદી મુજબ જોઈએ તો શહેરમાં 70થી વધુ વયના અંદાજે 3 લાખ વડીલ છે. સાતેય ઝોનમાં આવેલાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે નોંધણી કરી આરોગ્ય વીમાનું કાર્ડ કાઢી આપવામાં આવી રહ્યું છે. આ કાર્ડ માટે આવકની કોઈ મર્યાદા રખાઈ નથી. ઈ-કેવાયસી ફરજિયાત, વીમો તરત ચાલુ થઈ જશે, સારવાર પણ કેશલેશ
આયુષ્યમાન ભારત યોજના હેઠળ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવામાં આવે છે. આ યોજના દરેક પરિવારને ફેમિલી ફ્લોટરને આધારે વીમા કવચ પૂરું પાડે છે. પ્રાઈમરી, સેકન્ડરી કે ગંભીર બીમારીની સારવાર માટે આ યોજનાનો ઉપયોગ થઈ શકે છે. હાલમાં કેન્દ્ર સરકારે સુધારો કરી 70થી વધુ વર્ષના લોકોને રૂ.10 લાખ સુધી આરોગ્ય વીમો પૂરો પાડવાની જોગવાઈ કરી છે. ખાસિયત : વિશેષ હેલ્પડેસ્ક શરૂ કરાયું
આવક ગમે તેટલી હોય તો પણ 70થી વધુ વયના સિનિયર સિટીઝન પીએમજય યોજના હેઠળ આરોગ્ય વીમાનો લાભ મેળવી શકે છે. આ માટે વિશેષ હેલ્પડેસ્ક શરૂ કરાયું છે.
અધિકૃત હોસ્પિટલમાં કેશલેશ સારવાર કરાવી શકાશે.
કોઈપણ રોગની સારવાર માટે વીમો તરત ચાલુ થાય છે.
આધાર નંબર આધારિત ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે.
70થી વધુ વયના પરિવારના વડાનું નામ નોંધાવ્યા પછી ઘરમાં 70થી વધુ વયના સભ્યોના નામ ઉમેરી શકાય છે.
યોજનાનો લાભ લેવા ઓછામાં ઓછા 10 બેડની ક્ષમતાની હોસ્પિટલ હોવી જોઈએ
આયુષ્યમાન ભારત કેન્દ્ર સરકારની યોજના છે. તમારી પાસે અંગત આરોગ્ય વીમો હોય તો તેના પર આ યોજનાની કોઈ અસર પડતી નથી.
આયુષ્યમાન ભારત હેઠળ આવતા દર્દીઓનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવશે જેથી ભવિષ્યમાં રિપિટેશન ટાળી શકાશે.
સારવાર માટે નક્કી કરાયેલા માપદંડ મુજબ યોગ્ય ધરાવતી હોસ્પિટલ ઓછામાં ઓછા 10 દર્દીને દાખલ કરવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ. આ રીતે કાર્ડ કઢાવી શકાશે આધાર કાર્ડ સાથે નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જાવ. આવકની મર્યાદા ન હોવાથી અન્ય કોઈ પુરાવાની જરૂર નથી. અર્બન હેલ્થ સેન્ટર પર વિશેષ હેલ્પ ડેસ્ક મદદ પૂરી પાડશે. આધાર કાર્ડ આપતા જ ફોર્મ ઓનલાઈન ભરી અપાશે. પ્રક્રિયા પૂરી થયા પછી કાર્ડ અંગે તમામ માહિતી પૂરી આવશે. અંદાજે 1.61 લાખ પાસે આયુષ્યમાન કાર્ડ છે, ધસારો થવાની શક્યતા
શહેરની મતદાર યાદી મુજબ અમદાવાદમાં 70થી વધુ વયના અંદાજે 2.96 લાખ સિનિયર સિટીઝન છે. આમાંથી લગભગ 1.61 લાખ વડીલો પાસે આયુષ્યમાન કાર્ડ છે. અર્થાત્ 50 ટકાથી વધુ વડીલો આ કાર્ડ ધરાવે છે. વય વંદના કાર્યક્રમ હેઠળ મોટી સંખ્યામાં વડીલોની નોંધણી થવાની અને આરોગ્ય વીમાનું કાર્ડ નીકળવાની શક્યતા છે. ઝોનહેલ્થ સેન્ટર
મધ્ય 11
પશ્ચિમ15
દક્ષિણ15
ઉ.પશ્ચિમ8
ઝોનહેલ્થ સેન્ટર
દ.પશ્ચિમ5
પૂર્વ13
ઉત્તર14
નોંધ : શહેરમાં આવેલા 4 સામુહિક આરોગ્ય કેન્દ્ર પરથી પણ આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. સારવાર માટેની હોસ્પિટલોની યાદી સરકારી હોસ્પિટલ
1. સરકારી હોસ્પિટલ
2. સિવિલ, અસારવા
3. સોલા સિવિલ, સોલા
4. એસવીપી, એલિસબ્રિજ
5. એલજી, મણિનગર
6. શારદાબેન, સરસપુર
7. વીએસ, એલિસબ્રિજ
8. રૂક્ષ્મણી, ખોખરા
9. નગરી, એલિસબ્રિજ
10. ગવર્મેન્ટ ડેન્ટલ, અનુપમ
11. યુએન મહેતા, અસારવા
12. ઈએસઆઈસી, બાપુનગર
ખાનગી હોસ્પિટલ
1. દેવશ્યમ ચિલ્ડ્રન, અમરાઈવાડી
2. અર્થમ, આંબાવાડી
3. તપન, આનંદનગર
4. રતન મલ્ટિ સ્પે.ઈસનપુર
5. કરૂણા ટ્રસ્ટ, ઉસ્માનપુરા
6. આલોક, ઉસ્માનપુરા
7. માનસરોવર, ઉસ્માનપુરા
8. એચસીજી, એલિસબ્રિજ
9. લાયન્સ કર્ણાવતી, રિંગ રોડ
10. સેન્ટ્રલ યુનાઇટેડ, ઓઢવ
11. મહાવીર, ઓઢવ
12. શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિ.
13. સિંધુ, કુબેરનગર
14. સિદ્ધિ, કુબેરનગર
15. નવનીત ડાયા. ગીતા મંદિર
16. ચંદ્રકાંત દેઢિયા ગીતા મંદિર
17. ઓમ ચિલ્ડ્રન, ગોતા
18. લાઇફલાઈન મલ્ટિ., ગોતા
19. શ્રીજી ENT, ઘાટલોડિયા
20. બોન-જોઈન્ટ કેર, ચાંદલોડિયા
21. પુષ્પા ચિલ્ડ્રન,ચાંદખેડા
22.સેન્તારા મલ્ટિસ્પ., ચાંદખેડા
23. એથેન, ચાંદખેડા
24. મેક્સ સુપર સ્પે., ચાંદલોડિયા
25. અપલ ચિલ્ડ્રન, ચાંદલોડિયા