વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતમાં આવવાના છે. આ વખતે તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપવાના છે. 7મી ડિસેમ્બરના રોજ બીએપીએસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં લાખો લોકોની ભીડ ભેગી થવાની હોવાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ ઝોન ટુ વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવતું હોવાથી અત્યારથી જ અલગ-અલગ પ્રકારના પ્લાનિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે બીએપીએસ સંસ્થા દ્વારા કઈ રીતનું આયોજન છે, તેનું સંકલન અને વ્યવસ્થા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેની સાથે જ મોસ્ટ વીવીઆઈપી લોકો, દેશ-વિદેશના હરિભક્તો હાજર રહેવાના હોવાથી સુરક્ષામાં સહેજ પણ કચાશ ન રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યમાં દેશ-વિદેશથી લોકો આવશે
અમદાવાદ શહેર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અગામી 7 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીએપીએસના કાર્યક્રમમાં અમદાવાદ આવવાના છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે અને તેમાં ખાસ કરીને દેશ-વિદેશથી પણ લોકો આવવાના છે, જે માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં સુરક્ષામાં જરાઈ જ પણ કચાસ ન રહે તે માટે અલગ-અલગ પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યા છે. ધાર્મિક કાર્યક્રમ હોવાથી તેની માટેની તૈયારીઓ સાથે સંસ્થા સાથે સંકલન કરવામાં આવી રહ્યું હોવાની પણ વિગતો મળી રહી છે. સુરક્ષામાં કચાસ ન રહે તેવું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આવવાના હોવાની વિગતો હાલ પોલીસને મળી રહી છે. જેના આધારે તમામ પ્રોટોકોલ સચવાયા અને સુરક્ષામાં સહેજ પણ કચાસ ન રહી જાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.