આગામી તારીખ 12 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાની છે. ત્યારે આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પુણ્યનું ભાથું બાંધવા આવે છે. પરિક્રમામાં આવનાર પરિક્રમાર્થીઓને કોઈપણ પ્રકારની સુરક્ષા અને સુવિધાને લઈ અગવડતા ન પડે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લિલી પરિક્રમા માટે કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગિરનારમાં 36 કિલોમીટરમાં પાવનકારી પરિક્રમા શરૂ થનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો પધારશે. કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે. જુનાગઢ શહેર અને ભવનાથ વિસ્તાર પરિક્રમાના રૂટ ઉપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ આગામી 9 નવેમ્બરે સંતો-મહંતો, વન વિભાગના અધિકારીઓ પરિક્રમા રૂટનું ચેકીંગ કરશે. સરકડીયા હનુમાન મંદિરના મહંત દ્વારા પરિક્રમા રૂટ ચેકીંગનું આયોજન કરાયું છે. 12 નવેમ્બર કારતક સુદ અગિયારસથી લીલી પરિક્રમાનો પ્રારંભ થનાર છે. આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. પરિક્રમા ગિરનારના જંગલ વિસ્તારમાં યોજાય છે. 36 કિમી.ની આ પરિક્રમાનો માર્ગ કાચો હોય છે, આ વર્ષે વધુ વરસાદ પડવાના કારણે રસ્તાઓ ખરાબ થયા હતા, જોકે, તંત્ર દ્વારા રીપેર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા રસ્તા રિપેરને લઈ થયેલી કામગીરી બાદ પરિક્રમા રૂટનું ચેકીંગ કરવામાં આવે છે. લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધવા આવે છે. આ યાત્રાળુઓ માટે સેવાકીય સંસ્થાઓ અને અન્ય ક્ષેત્રો દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરતા હોય છે. જેને લઇ તંત્ર દ્વારા અગાઉથી જ આ અન્નક્ષેત્રોને પરિક્રમા રૂટ પર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હાલ આ તમામ બાબતોને લઈ આગામી 9 નવેમ્બરના રોજ સાધુ સંતો અને તંત્ર દ્વારા પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે.