મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે એક મહિલાની લાશ કુવામાં તરતી જોવા મળી હતી. એક મહિલાનું કુવામાં પડી જવાથી ડૂબી જતાં મોત નિપજ્યું છે. સમગ્ર બનાવ બનતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે રહેતા એક આધેડ મહિલા થોડા દિવસ આગાઉ ઘરેથી ચાલ્યા ગયા હતા. જેઓ છેલ્લા પાંચ એક વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ હતા. જેઓ કુવામાં પાડીને જીવન ટૂંકાવ્યું છે. આ અંગે નોંધાયેલ ફરિયાદ અનુસાર ભાદરોડ ગામના જીવીબેન પુજભાઈ પ્રજાપતિ ઉમર વર્ષ 62 જેઓ માનસિક અસ્વસ્થ હોવાથી જાતે કુવામાં પડી જઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જ્યારે સમગ્ર બનાવ બનતા બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.