હિંમતનગર હાઇવેથી બેરણા રોડને જોડતા પુલનું લોકાર્પણ
હિંમતનગર નેશનલ હાઇવે 48થી બેરણા ગામમાં જતા રોડ ઉપરના પુલનું હિંમતનગરના ધારાસભ્ય વી. ડી. ઝાલાના વરદ્દ્ હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યની રજૂઆતના પગલે સરકાર દ્વારા પુલ બનાવવા માટે રૂ. 70 લાખની માતબર રકમ ફાળવવામાં આવી હતી. તો નેશનલ હાઇવેથી બેરણા ગામ સુધીનો રોડ પણ બનાવવામાં આવ્યો હતો. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભુમિકાબેન પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય ભાવનાબેન બારોટ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ મહેન્દ્રભાઈ તૂરી, લલિતભાઈ પટેલ, ગણપતભાઈ બારોટ, નિકેશભાઈ બારોટ, નરેશભાઈ પરમાર, તલાટી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ શોભના બારૈયાએ માનસિક દિવ્યાંગ આશ્રમ ખાતે જલારામબાપાની જન્મજયંતિ ઉજવી
આજે જલારામબાપાની 225મી જન્મજયંતિ નિમિતે હિંમતનગરમાં જૂની સિવિલ સર્કલ પાસે જય જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ ખાતે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા કાર્યકર્તા સાથે પહોંચ્યા હતા. જ્યાં સાંસદના હસ્તે વિધવા મહિલાઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં વિધવા મહિલાઓ અને દિવ્યાંગો સાથે આરતી કરી હતી ત્યારબાદ થોળો સમય દિવ્યાંગો સાથે વિતાવી જલારામ જયંતીની ઉજવણી કરી હતી. આ આશ્રમમાં પરિવારથી વિખૂટા પડેલા બિનવારસી માનસિક દિવ્યાંગ માનવ દેવોને સ્વચ્છ કપડાં અને દેખરેખ સહિત અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.