ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર અમેરિકાની કમાન સંભાળવા જઇ રહ્યા છે. તાજેતરમાં USમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની ભવ્ય જીત બાદ અમેરિકાના શેરમાર્કેટમાં તેજી જોવા મળી છે. બ્લૂમબર્ગ બિલયનેર ઇન્ડેક્સ અનુસાર બુધવારે વિશ્વના ટોચના 10 ધનિક લોકોની નેટવર્થમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. આ દરમિયાન તેમની નેટવર્થમાં $64 અબજ એટલે કે રૂ.54,00,03,27,36,000ની તેજી નોંધાઇ. આ ટોચના 10 ધનકૂબેરોની નેટવર્થમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ઇલોન મસ્ક
ટ્રમ્પની જીતથી ઇલોન મસ્કને સૌથી વધુ ફાયદો થયો છે. બુધવારે નેટવર્થમાં $26.5 અબજની તેજી જોવા મળી હતી. મસ્કે ટ્રમ્પના પક્ષમાં પ્રચાર કર્યો હતો. પાર્ટીને $119 મિલિયન ડોનેટ કર્યા હતા. જેફ બેઝોસ
જેફ બેઝોસની નેટવર્થમાં $7.14 અબજનો વધારો થયો છે. બેઝોસે વૉશિંગ્ટન પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના એંડોર્સમેન્ટને રોકવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. માર્ક ઝકરબર્ગ
ઝકરબર્ગને કેટલાક અંશે ખોટ થઇ હતી. તેમની નેટવર્થમાં $80.9 મિલિયનનો મામૂલી ઘટાડો થયો છે. આ વર્ષે તેમના નેટવર્થના ગ્રાફમાં $74.4 અબજનો ઉપરની તરફ વધારો જોઇ શકાય છે લેરી એલિસન
લેરી એલિસનની નેટવર્થ બુધવારે $9.88 અબજ વધી છે. કુલ નેટવર્થ $193 અબજ સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે તેની નેટવર્થ $70.5 અબજ વધી. વિશ્વના સૌથી અમીર યાદીમાં તેઓ ચોથા સ્થાને છે. બર્નાર્ડ અરનૉલ્ટ
બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં બુધવારે $2.85 અબજનો ઘટાડો થયો છે. તેઓ $173 અબજની સંપત્તિ સાથે ધનિક લોકોની યાદીમાં પાંચમા સ્થાને છે. નેટવર્થ ગુમાવનાર ટોપ 10માં એકમાત્ર અબજોપતિ છે. બિલ ગેટ્સ
માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સની નેટવર્થમાં બુધવારે $1.82 અબજનો વધારો થયો છે. નેટવર્થ વધીને $159 અબજ થઈ ચુકી છે. તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં છઠ્ઠા નંબર પર છે. લેરી પેજ
લેરી પેજની નેટવર્થમાં બુધવારે $5.53 અબજનો વધારો થયો છે. તે $158 અબજની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સાતમા ક્રમે છે. આ વર્ષે તેમની નેટવર્થ $31.9 અબજ વધી છે. સર્ગેઇ બ્રિન
સર્ગેઈ બ્રિનની નેટવર્થ બુધવારે 5.17 અબજ ડોલર વધી છે. તેઓ 149 અબજ ડોલરની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં આઠમાં નંબરે છે. આ વર્ષે તેમની નેટવર્થ $29.1 અબજ વધી છે. વૉરેન બફે
વોરેન બફે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નવમાં સ્થાને છે. બુધવારે તેમની નેટવર્થ $7.58 અબજ વધી હતી. કુલ નેટવર્થ $148 અબજ છે. જોકે, આ વર્ષે તેમની નેટવર્થ $28.0 અબજ વધી છે. સ્ટીવ બાલમર
સ્ટીવ બાલમર વિશ્વના ધનાઢ્યોની યાદીમાં અત્યારે 10માં ક્રમાંકે છે. બુધવારે તેમની નેટવર્થમાં $2.81 અબજનો ઉછાળો આવ્યો હતો અને તે વધીને $146 અબજ પર પહોંચી હતી.