જિલ્લા પંચાયત સ્થિત અાઈ.સી.ડી.અેસ.ના તાબામાં અાંગણવાડીઅો છે, જેમાં અાંગણવાડી વર્કર્સ અને અાંગણવાડી હેલ્પર્સને સુપરવાઈઝર સહિતના અધિકારીઅો દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદો અવારનવાર ઉઠે છે. શનિવારે પણ મામલો ધરણા કાર્યક્રમ સુધી પહોંચી ગયો હતો. પરંતુ, સંગઠનમાં રજુઅાત બાદ લેખિતમાં કાર્યવાહી કર્યા બાદ અાગળ વધવાનું નક્કી થયું હતું, જેથી ધરણા અને તે પછી અામરણાંત ઉપવાસ સહિતના કાર્યક્રમો ઠેલાઈ ગયાના હેવાલ છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ ઘટકના વર્કર મહિલાને રજામાં રૂકાવટ સહિતના મુદ્દે માનસિક ત્રાસ અપાતો હોવાથી અેક તબક્કે મહિલા વર્કરે જિલ્લા પંચાયત બહાર અામરણાંત ઉપવાસ ઉપર ઉતરવા મન મનાવી લીધો હતો. તેમના નિર્ણયના સમર્થનમાં અન્ય વર્કર્સ અને હેલ્પર્સ પણ હતા. પરંતુ, સંગઠનને સાથે રાખીને તબક્કાવાર કાર્યક્રમો અાપવા નક્કી થયું હતું, જેથી અાંગણવાડી વર્કર મહિલાને પહેલા લેખિતમાં રજુઅાત કરવા સૂચના અપાઈ હતી. જેના પગલે છાવણી નાખીને પહેલા ધરણા અને ત્યારબાદ અામરણાંત ઉપવાસ સહિતના કાર્યક્રમને ઠેલી દેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અાંગણવાડી વર્કર્સ અને અાંગણવાડી હેલ્પર્સ માનદ વેતન ઉપર કામ કરતા હોય છે. તેમના ઉપર સુપરવાઈઝર અને પ્રોગ્રામ અોફિસરના અધિકારીઅો હોય છે. પરંતુ, સુપરવાઈઝર દ્વારા અાંગણવાડી વર્કર્સ અને અાંગણવાડી હેલ્પર્સના અંગત જીવનચર્યામાં પણ હદ બહારની દખલ દેવામાં અાવે છે. અાંગણવાડી વર્કર્સ અને અાંગણવાડી વર્કર્સને મળવા પાત્ર રજાઅો અાપવામાં નનૈયો ભણી દેવામાં અાવે છે. અેટલું જ નહીં પણ કોઈ સરકારી કે બિનસરકારી કાર્યક્રમો હોય ત્યારે સંખ્યા બતાવવા માટે પણ હાજરી અાપવા દબાણ કરવામાં અાવતો હોય છે. અામ, મહિલાઅોનો શોષણ થઈ રહ્યો છે અને લોક પ્રતિનિધિઅો પાસે ફરિયાદો છતાં કોઈ નિકાલ અાવતો નથી.