વિજાપુર તાલુકાના રણાસણ ગામનો 14 વર્ષનો અને ગેરીતા ગામનો 11 વર્ષનો કિશોર અલગ અલગ સમયે ઘરેથી કોઇને કહ્યા વિના ચાલી ગયા હોઇ પરિવારે સ્થાનિક પોલીસ મથકે જાણ કરી છે. રણાસણમાં પાદર પાંચ વિસ્તારમાં રહેતાં મૂળ રાજસ્થાનના જોધારામ ભીખારામ મેઘવાલના પુત્ર હિતેશ (14) ઘરેથી ગઇ તા.5 નવેમ્બરના રોજ બપોરે કોઇને કહ્યા વગર ઘરેથી નીકળ્યો હતો. જેની શોધખોળ કરવા છતાં નહીં મળી આવતાં તેણીની માતાઅે વિજાપુર પોલીસ મથકે જાણ કરી હતી. ગેરીતામાં પટેલવાસ માઢમાં રહેતાં જીતેન્દ્રભાઇ કચરાભાઇ પટેલનો પૌત્ર ફેનીલ (11) ગઇ તા.7 નવેમ્બરના રોજ સવારે 10 કલાકે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળ્યો હતો. મોડે સુધી ઘરે નહીં અાવતાં પરિવારજનોઅે શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો ન હતો. ગુમ બાળકની દાદીઅે વિજાપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે શુક્રવારે ફેનીલને અજાણ્યો શખ્સ કોઇપણ ઈરાદે તેને લઇ ગયેલ હોય તેવું ફરિયાદીનું માનવું હોય કે તે તેની જાતે ક્યાંક ચાલી ગયો હોવાનું જણાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.